________________
સ્વતંત્રતાની પરાકાષ્ટા
૨૯
પડશે (બરાબર) જેને ઘરમ કરવો હોય એને આ જાતની વસ્તુ છે એવું એને જ્ઞાનમાં નક્કી કરવું પડશે (બરાબર) અપની ઔર પરકી ચાલતી દેહકે જિન માર્ગ વિષે જંગમ પ્રતિમા દેખો (જીહાં) પોતાનો આત્માનો જે આત્માની સાથે દેહ, ઓલો શિષ્યનો આત્માને દેહ, ચાલતો, ચાલતો ઈ જંગમ પ્રતિમા છે (બરાબર) જિન માર્ગમાં અને પ્રતિમા કીધી. અથવા સ્વપર કહીએ આત્મા તે પરસે ભિન્ન હૈ એસી દેહ સ્વરૂપ, દેહ દેખો (જીહાં) દેહને કહીયે નિગ્રંથદશા છે ને દેહમાં. (બરાબર) એક વસ્ત્રનો તાણો ને વાગો નહીં. નગ્નમુનિ તદન, જેવી માતાએ જનમ્યા એવો દેહ-નિગ્રંથ સ્વરૂપે “જાકે કી છુ પરિગ્રહ કા લેશ નાહીં” ઐસી દિગંબર મુદ્રા.(બરાબર) અહાહા... એને પણ પ્રતિમા વ્યવહારે કહેવામાં આવે છે દેહને હો. અહાહા..... (જી) ઓલી નિશ્ચય (જીહાં) “વીતરાગ સ્વરૂપ હૈ, જાકે કહુ વસ્તુસો રાગ-દ્વેષ મોહ નાહી.” વિકલ્પ જ જ્યાં વસ્તુમાં નથી, નિર્વિકલ્પ ચીજ છે, દ્રવ્યગુણને આખા પર્યાય પણ જેની નિર્વિકલ્પ છે. (બરાબર) એવા પ્રતિમાને જિન પ્રતિમા જૈન શાસનમાં સાચી જૈન પ્રતિમા એને કીધી છે. (બરાબર) કો સમજાણું કાંઈ ? (સત્યકૃપાળુનાથ) પછી ઓલો વ્યવહાર છે એમ જણાવશે, પણ તું ત્યાં એકલો માની બેસે કે આને લઈને ઘરમ થાય ને આને લઈને મોક્ષ થાય .. ભગવાનની પ્રતિમા પૂજવાથી ને દેવાથી સંવર, નિર્જરા થાય એમાં એક અંશમાં માલ (નથી) શોભાલાલજી (બરાબર) પણ વાંધા આ ઉદ્યા ઓલા એ ધર્મ મનાવ્યો, ત્યારે ઓલાએ ઉડાડી દીધું (હાં બેય ખોટા) હૈ. (બેય ખોટા) બેય ખોટા.
કહ્યું'તુ વ્યાશીમાં કહ્યું તું, સંપ્રદાયમાં હતા ત્યારે. આમા પરંતુ એટલી શ્રદ્ધા અમારા પર એટલે કોઈ શંકા ન કરે (જી) ભરોસો ઘણોને અમારા ઉપર એટલે કહેતા હશે. મેં બાસીમાં સંપ્રદાયમાં કહ્યું તું હોં. (હાં જી) નવ વર્ષ પહેલાં જુઓ કીધું ? સો રૂપિયા બે મિત્ર હતાં એકે સો રૂપિયા બીજાને આપેલા, સો રૂપિયા સમજોને, એક મિત્ર એ પોતાના મિત્રને સો રૂપિયા આપેલા બે મિત્રો. પછી એ મરી ગયા છે. જેના બાપે આપેલા એણે જોયું કે મારા બાપે આના બાપને સો રૂપિયા આપેલા