________________
સ્વતંત્રતાની પરાકાષ્ટા
. ૧૭
ચંદુભાઈ, અભિરામ એવા ભવભયહર, સર્વજ્ઞ જોઈએ ત્યાં શબ્દ આહાહા... ભાવિ તીર્થાધિનાથ ને આ સાક્ષાત્ સહજ-સમતા ચોક્કસ છે. સર્વજ્ઞ શબ્દ ન વાપરતાં ભાવિ તીર્થાધિનાથ વાપર્યો છે શબ્દ, અંદર ઈ પોતાનો અંતરનો ધ્વનિ છે આહાહા.....
દિગંબર મુનિઓની તો બલિહારી છે. આહાહા.... સાક્ષાત્ તીર્થકરના કામ કરે છે એ આહાહા..... એની વાણીને એના ભાવ તીર્થકરની હાજરી બતાવે છે. આહાહા.... કહે છે કે અતિ આસન્નભવ્ય નિરંજનપણાને લીધે. નિરંજનપણાને લીધે એનો અર્થ નિરંજનપણાને પ્રતિભાસ્યો હોવાને લીધે. એ ભલે નિરંજન “છે', પણ “છે' એવું “પ્રતિભાસ વિના” નિરંજન છે' એમ ક્યાંથી આવ્યું ? શું કીધું છે ? ભગવાન આત્મા નિરંજન છે શુદ્ધ ચૈતન્યમૂર્તિ પણ એ ભાસ્યા વિના, જ્ઞાનમાં એ ભાસ્યા વિના આ પરમ નિરંજન છે, એમ ક્યાંથી આવ્યું ? ભાસ્યું ત્યારે એમ લાગ્યું કે આ પરમ નિરંજન છે આહાહા.... એમાં પણ પરમ નિરંજન નાથને ભાસ્યો છે. ઈ “છે” એટલું એમ નહીં. એ પરમ સ્વભાવ ભાવ નિરંજન છે' એમ નહીં. એ “છે” એવો ભાસ્યો છે, માટે “છે'. “ભાસ્યા વિના છે એમ એને ક્યાંથી આવે ? આહાહા.... સમજાણું કાંઈ ?
સદા નિરંજનપણે પ્રતિભાસ્યો હોવાને લીધે, પ્રતિભાસ્યો એટલે જ્ઞાનની પર્યાયમાં ભાસ્યો હોવાને લીધે આહાહા... સફળ થયો છે. કે નિરંજન “છે પણ પ્રતિભાસ્યો છે તેથી સફળ થયો છે. પ્રતિભાસ થાય નહીં ત્યાં છે એ સફળ ક્યાં થયું ? શું કીધું ? સદા નિરંજન છે ભગવાન પણ ભાસ્યા વિના જ્ઞાનમાં ભાસ્યા વિના આ પ્રતિભાસ સદા નિરંજન છે એમ જાણે કોણ ? જાણ્યું કોણે ? એ પ્રતિભાસ્યો છે એણે જાણ્યું છે એ કહે છે કે આહાહા.... એને સદા નિરંજન જે ભાવ પ્રતિભાસ્યો છે માટે તે નિરંજનભાવ સફળ થયો છે. નિરંજન ભાવ છે તો ખરો. પણ આસન્નભવ્યજીવને સફળ થયો છે આહાહા... પર્યાયમાં,