________________
સમાધિ-સાધના
૬૭
મહામંત્રનું સ્મરણ રાખવું. ઉપગ બધામાંથી ઉઠાવી તેમાં રાખવે. એના જેવું બીજું કઈ શરણ નથી, તે જ કલ્યાણ થશે. આત્મા સશુરુએ જાણ્યો છે માટે સદ્દગુરુનું શરણુ, શ્રદ્ધા, તેના ઉપર ભક્તિભાવ રુચિ પ્રીતિ વધારી હશે તે જ કામ કરશે.
- પ્રત્યક્ષ દેખાય છે કે શરીર હાડ, માંસ ને ચામડાનું છે. તેમાં કંઈ સારરૂપ નથી, છતાં વિકલ્પ કરી કરી મારું માને છે. અહંભાવ છેડવા જ્ઞાની કહે છે તે વિશ્વાસ રાખ. વહેવારે વાણિયા, મા, બાપ માન, પણ મનમાં નક્કી કરી નાખ કે તે સ્વનું છે. ખરું નથી. તેવું માનવા માટે કઈ ના કહી શકે તેવું છે? અમારે મનમાંથી માન્યતા કઢાવી નાખવી છે. સ્વપ્ન છે–જોયા કર, નહીં તે ફર્યા કર. આવ્યું છે તે જશે જ. તેની ફિકર શાની? જેનાર અને જાણનાર જુદો છે. તે જ્ઞાનીએ જાણે છે. તેને માન ને બીજા બધાની હેળી કરી નાખ.
સદ્દગુરુને અર્પણ કરવું તે શું ?
મિથ્યા સમજાય તે મમતા મુકાઈ જાય છે. પછી આત્માની શ્રદ્ધા થાય છે તે અર્પણ. માટે શ્રદ્ધા કરવાની છે.
ભેદજ્ઞાન થયા પછી આનંદઘનજીની માફક કહી શકાય કે “અબ હમ અમર ભયે, ન મરેંગે.” જ્ઞાનીનું સ્વરૂપ આમાં વર્ણવ્યું છે. દેહ, માંદગી વગેરેને જ્ઞાનીએ તેનું માન્યું નથી. પછી કાળ કેને પકડે? કાળ નાસી જાય છે જગત આત્મારૂપ માનવામાં આવે છે. તેવા જ્ઞાનીને કાળ શું કરે? અમને કૃપાળુદેવે હાથમાં લખીને કહ્યું હતું કે આ ભ્રમ અને બ્રહ્મ. ભેદજ્ઞાન થયું, પછી રાગદ્વેષ થાય કેમ ? જડ ને ચેતન