________________
૫૮
સમાધિ-સાધના
ઉદય દેખાય છે તે જવાને વાસ્ત–આવ્યું કે ચાલ્યું. વજા તાળાં વાસીને કહેવું કે જે આવવું હોય તે આને-મરણ આવે, અશાતા આવે, સુખ આવે, દુઃખ આવે, ચાહે તે આવે; પણ તે મારે ધર્મ નથી. મારે ધર્મ તે જાણવું, દેખવું અને સ્થિર થવું એ જ છે, બીજું બધું પુદ્ગલ, પુદ્ગલ અને પુદ્ગલ. ચકરી ચઢે, બેભાન થઈ જવાય અને શ્વાસ ચઢે એ બધું દેહથી જુદા થઈને બેઠા બેઠા જેવાની મજા પડે છે.
જાગૃત, જાગૃત અને જાગૃત રહેવું. હાય ! હાય ! હવે મરી જવાશે; આ તે કેમ સહેવાય? એવું એવું મનમાં ન આવવું જોઈએ. વસ્તુ જાણ્યા પછી ભૂલી કેમ જવાય ? દેહ તે હું નહીં, એ નિશ્ચય થઈ જ જોઈએ. આગળ ઘણા એવા થઈ ગયા છે કે જેમને ઘાણીમાં ઘાલી પીલેલા, પણ તેમનું ચિત્ત વિભાવમાં નહીં ગયેલું.
વિશ્વાસ અને દૃઢતાથી ગુરુ આજ્ઞાનું પાલન કરવું. જ્ઞાનીએ આત્મા જાણે છે તે જ મારે માન્ય છે. એવી શ્રદ્ધા જ કામ કાઢી નાખે છે.
સુખદુઃખ તે જ્ઞાની અજ્ઞાની બન્નેને કર્મવશાત્ ભેગવવાં પડે; પણ વૃષ્ટિ જ બદલવાની જરૂર છે. સર્વ સવળું કરી લેવું આપ સ્વભાવમેં રે અબઘુ સદા મગનમેં રહેના. સહજાન્મસ્વરૂપ પરમ ગુરુ ને જાપમાં કાળ વ્યતીત કરવો. તેથી નિર્જરા થાય.
જે ગમે તેને ન ગમાડવું અને ન ગમે તે ગમાડવું. દુઃખ આવો, મિત આવો, ગમે તે આવો–ભલેને તેથી