________________
૫૭
સમાધિ-સાધના રહે તે અભ્યાસ થઈ જાય તે સમાધિમરણ આવે, જન્મમરણનાં દુઃખ ટળે અને કામ થઈ જાય. કરોડો રૂપિયા કમાવા કરતાં વધારે કીમતી આ કામ કરવા એગ્ય છે. સ્મૃતિમાં રાખી લઈ મંડી પડવા ગ્યા છે. ફિકરકા ફાકા ભર્યા તાકા નામ ફકીર, એની પેઠે નિશ્ચિત થઈ જવાય એવું છે. પુરુષાર્થ કર્તવ્ય છે જ. કૃપાળુદેવે મને કહ્યું, મુનિ, હવે તમારે શું છે? હવે શું છે? બીજું તમારું નહીં. એક આત્મા. તરત બેસી ગયું. માટે છેડવું પડશે. મૂકવું પડશે. જે જાણ્યું તે નવિ જાણું, નવિ જાણ્યું તે જાણું.
પહેલાં શ્રદ્ધા કરી લે. કેની? જે હોય (સત્) તેની. સાચાને પકડે તે હાથ આવે મૂળ એકડે ભણવાની વાત આટલી જ છે. તે માને. એ તારું બળ અને ફુરણું બીજાના હાથમાં નથી. તારા જ હાથમાં છે. માટે થઈ જા તૈયાર. તારી વારે વાર.
“આપ સ્વભાવ મેં રે અબધુ સદા મગનમેં રહેના.”
“અબઘુ એ આત્મા આત્મા આત્માને ઉદ્દેશીને બૂમ મારે છે તે દયાનમાં લેતે નથી.
નિર્દોપ સુખ નિર્દોષ આનંદ લ્યો ગમે ત્યાંથી ભલે; એ દિવ્ય શક્તિમાન જેથી જંજીરેથી નીકળે
આત્માનું લક્ષણ –જાણવું, દેખવું અને સ્થિર રહેવું તે–નિરંતર સ્મરણમાં અનુભવમાં રાખવું. પછી ભલેને મરણ સમયની વેદના આવી પડી હોય, પણ “જાણું દેખું તે હું બીજું તે જાય છે. ચાહીને તેને હાથ જોડી અતિથિની પેઠે વિદાય થતું જ જોવાનું માત્ર છે. તેમાં આત્માને કંઈ વળગે તેમ નથી. નહીં લેવા કે દેવા! જેe