________________
સમાધિ-સાધના
- ૪૫
પરમ ઘર્મરૂપ ચંદ્ર પ્રત્યે રાહુ જે પરિગ્રહ તેથી હવે હું વિરામ પામવાને જ ઈચ્છું છું.
અમારે પરિગ્રહને શું કરે છે? કશું પ્રયોજન નથી.
સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ.”
હે આર્યજને ! આ પરમ વાકયને આત્માપણે તમે અનુભવ કરે. (૫૩૭)
૨૦. સહજ મેક્ષ મુમુક્ષુવને, એટલે વિચારવાન જીવને આ સંસારને વિષે અજ્ઞાન સિવાય બીજો કેઈ ભય હેય નહીં. એક અજ્ઞાનની નિવૃત્તિ ઈચ્છવી એ રૂપ જે ઇચ્છા તે સિવાય વિચારવાન જીવને બીજી ઈચ્છા હેય નહીં, અને પૂર્વકર્મના બળે તે કેઈ ઉદય હોય તે પણ વિચારવાનના ચિત્તમાં સંસાર કારાગૃહ છે, સમસ્ત લેક દુઃખે કરી આર્ત છે, ભયાકુળ છે, રાગદ્વેષનાં પ્રાપ્ત ફળથી બળતે છે. એ વિચાર નિશ્ચયરૂપ જ વર્તે છે, અને જ્ઞાનપ્રાપ્તિને કંઈ અંતરાય છે, માટે તે કારાગૃહરૂપ સંસાર મને ભયને હેતુ છે, અને લેકને પ્રસંગ કરવા યંગ્ય નથી, એ જ એક ભય વિચારવાનને ઘટે છે.
મહાત્મા શ્રી તીર્થંકરે નિગ્રંથને પ્રાપ્તપરિષહ સહન કરવાની ફરી ફરી ભલામણ આપી છે. તે પરિષહુનું સ્વરૂપ પ્રતિપાદન કરતાં અજ્ઞાનપરિષહ, અને દર્શનપરિષહ એવા બે પરિષહ પ્રતિપાદન કર્યા છે, કે કઈ ઉદયરોગનું બળવાનપણું હોય અને સત્સંગ, સપુરુષને વેગ થયા છતાં જીવને