________________
સમાધિ-સાધના
જીવને પ્રમાદમાં અનાદિથી રતિ છે, પણ તેમાં રતિ કરવા યોગ્ય કાંઈ દેખાતું નથી. આ
(૮૧૬) ૧૮. અંતર્મુખ થવાનો માર્ગ
કેવળ અંતર્મુખ થવાને પુરુષને માર્ગ સર્વદુઃખ ક્ષયને ઉપાય છે, પણ તે કેઈક જીવને સમજાય છે. મહત પુણ્યના વેગથી, વિશુદ્ધ મતિથી, તીવ્ર વૈરાગ્યથી અને સપુરુષના સમાગમથી તે ઉપાય સમજાવા ગ્ય છે. તે સમજવાને અવસર એકમાત્ર આ મનુષ્યદેહ છે તે પણ અનિયત કાળના ભયથી ગૃહીત છે, ત્યાં પ્રમાદ થાય છે, એ ખેદ અને આશ્ચર્ય છે. .
(૮૩૨) ૧૯. આત્મામાં જ રહે આ દેહથી ભિન્ન સ્વપરપ્રકાશક પરમ તિસ્વરૂપ એ આ આત્મા, તેમાં નિમગ્ન થાઓ. હે આર્યજને ! અંતર્મુખ થઈ, સ્થિર થઈ, તે આત્મામાં જ રહે તે અનંત અપાર આનંદ અનુભવશે.
સર્વ જગતના જ કંઈ ને કંઈ મેળવીને સુખ પ્રાપ્ત કરવા ઈચ્છે છે મોટો ચક્રવર્તી રાજા તે પણ વધતા વૈભવ, પરિગ્રહના સંકલ્પમાં પ્રયત્નવાન છે અને મેળવવામાં સુખ માને છે; પણ અહે! જ્ઞાનીઓએ તે તેથી વિપરીત જ સુખને માર્ગ નિર્ણત કર્યો કે કિંચિત્ માત્ર પણ ગ્રહવું એ જ સુખને નાશ છે.
વિષયથી જેની ઈન્દ્રિયે આર્ત છે, તેને શીતળ એવું આત્મસુખ, આત્મતત્વ ક્યાંથી પ્રતીતિમાં આવે ?