________________
સમાધિ-સાધના
- ૩૯ | સર્વ દેહધારી જી મરણ પાસે શરણરહિત છે. માત્ર તે દેહનું યથાર્થ સ્વરૂપ પ્રથમથી જાણી તેનું મમત્વ છેદીને નિજસ્થિરતાને અથવા જ્ઞાનીના માર્ગની યથાર્થ પ્રતીતિને પામ્યા છે તે જ જીવ તે મરણકાળે શરણસહિત છતાં ઘણું કરીને ફરી દેહ ધારણ કરતા નથી, અથવા મરણકાળે દેહના મમત્વભાવનું અ૫ત્વ હેવાથી પણ નિર્ભય વર્તે છે. દેહ છૂટવાને કાળ અનિયત હેવાથી વિચારવાન પુરુષે અપ્રમાદપણે પ્રથમથી જ તેનું મમત્વ નિવૃત્ત કરવાને અવિરુદ્ધ ઉપાય સાથે છે, અને એ જ તમારે અમારે સૌએ લક્ષ રાખવા ગ્ય છે. પ્રીતિબંધનથી ખેદ થવા ગ્ય છે, તથાપિ એમાં બીજે કઈ ઉપાય નહીં હોવાથી તે ખેદને વૈરાગ્ય સ્વરૂપમાં પરિણમન કરે એ જ વિચારવાનને કર્તવ્ય છે.
(૭૭૯) ૧૦ અસંગ દશા
ૐ સર્વજ્ઞ | સર્વ અન્યભાવથી આત્મા રહિત છે, કેવળ એમ જેને અનુભવ વર્તે છે તે “મુક્ત” છે.
બીજાં સર્વ દ્રવ્યથી અસંગપણું, ક્ષેત્રથી અસંગપણું, કાળથી અસંગપણું અને ભાવથી અસંગપણું સર્વથા જેને વર્તે છે તે “મુક્ત છે.
અટળ અનુભવસ્વરૂપ આત્મા સર્વ દ્રવ્યથી પ્રત્યક્ષ જુદો ભાસ ત્યાંથી મુક્તદશા વર્તે છે. તે પુરુષ મૌન થાય છે. તે પુરુષ અપ્રતિબદ્ધ થાય છે, તે પુરુષ અસંગ થાય છે. તે પુરુષ નિર્વિકલ્પ થાય છે અને તે પુરુષ મુક્ત થાય છે.