________________
સમાધિ-સાધના
૩૧
અનુભવ એ આત્મા નિર્વિષય કેવળ પ્રવર્તે એમ કરવામાં સર્વ ઈચ્છા રેકાણી છે.
(૪૬૦) ૩ વ્યાધિના ઉદયમાં
શારીરિક વેદનાને દેહને ધર્મ જાણું અને બાંધેલા એવાં કર્મોનું ફળ જાણું સભ્યપ્રકારે અહિયાસવા ગ્ય છે. ઘણી વાર શારીરિક વેદનાનું બળ વિશેષ વર્તતું હોય છે, ત્યારે ઉપર જે કહ્યો છે તે સમ્યફપ્રકાર રૂડા જીને પણ સ્થિર રહે કઠણ થાય છે, તથાપિ હદયને વિષે વારંવાર તે વાતને વિચાર કરતાં અને આત્માને નિત્ય, અદ્ય, અભેદ્ય, જરા, મરણદિ ધર્મથી રહિત ભાવતાં, વિચારતાં, કેટલીક રીતે તે સભ્યપ્રકારને નિશ્ચય આવે છે. મેટા પુરુષોએ અહિયાસેલા એવા ઉપસર્ગ, તથા પરિષહના પ્રસંગેની જીવમાં સ્મૃતિ કરી, તે વિષે તેમને રહેલે અખંડ નિશ્ચય તે ફરી ફરી હૃદયમાં સ્થિર કરવા યંગ્ય જાણવાથી જીવને તે સમ્યફપરિણામ ફળીભૂત થાય છે, અને વેદના, વેદનાના ક્ષયકાળે નિવૃત્ત થયે ફરી તે વેદના કે કર્મનું કારણે થતી નથી. વ્યાધિરહિત શરીર હોય તેવા સમયમાં જીવે છે તેનાથી પિતાનું જુદાપણું જાણું, તેનું અનિત્યાદિ સ્વરૂપ જાણી, તે પ્રત્યેથી મેહ-મમત્વાદિ ત્યાગ્યાં હોય, તે તે મેટું શ્રેય છે, તથાપિ તેમ ન બન્યું હોય તે કંઈ પણ વ્યાધિ ઉત્પન્ન થયે તેવી ભાવના ભાવતાં જીવને નિશ્ચળ એવું ઘણું કરી કર્મબંધન થતું નથી અને મહાવ્યાધિના ઉત્પત્તિકાળે તે દેહનું મમત્વ જીવે જરૂર ત્યાગી જ્ઞાની પુરુષના માર્ગની વિચારણાએ વર્તવું, એ રૂડ ઉપાય છે. જે કે દેહનું તેવું મમત્વ