________________
૩૦
સમાધિ-સાધના
શુદ્ધ શુદ્ધ, પ્રકૃણ શુદ્ધ પરમશાંત ચૈતન્ય છું. હું માત્ર નિર્વિકલ્પ છું. હું નિજસ્વરૂપમય ઉપગ કરું છું. તન્મય થાઉં છું.
શાંતિઃ શાંતિઃ શાંતિઃ
(૫૯૨)
૨ ક્ષણભંગુર દેહ જે દેહ પૂર યુવાવસ્થામાં અને સંપૂર્ણ આરેગ્યતામાં દેખાતાં છતાં પણ ક્ષણભંગુર છે તે દેહમાં પ્રીતિ કરીને શું કરીએ?
જગતના સર્વ પદાર્થ કરતાં જે પ્રત્યે સર્વોત્કૃષ્ટ પ્રીતિ છે, એ આ દેહ તે પણ દુઃખને હેતુ છે, તે બીજા પદાર્થમાં સુખના હેતુની શું કલ્પના કરવી ?
જે પુરુષોએ વસ્ત્ર જેમ શરીરથી જુદું છે, એમ આત્માથી શરીર જુદું છે એમ દીઠું છે, તે પુરુષે ધન્ય છે.
બીજાની વસ્તુ પિતાથી ગ્રહણ થઈ હોય, તે જ્યારે એમ જણાય કે બીજાની છે, ત્યારે તે આપી દેવાનું જ કાર્ય મહાત્મા પુરુષે કરે છે.
દુષમ કાળ છે એમાં સંશય નથી. તથારૂપ પરમજ્ઞાની આસપુરુષને પ્રાયે વિરહ છે.
વિરલ જીવે સમ્યગૃષ્ટિપણું પામે એવી કાળ સ્થિતિ થઈ ગઈ છે, જ્યાં સહજસિદ્ધ આત્મચારિત્રદશા વર્તે છે એવું કેવળજ્ઞાન પામવું કઠણ છે, એમાં સંશય નથી.
પ્રવૃત્તિ વિરામ પામતી નથી; વિરક્તપણું ઘણું વર્તે છે. વનને વિષે અથવા એકાંતને વિષે સહજસ્વરૂપને