________________
સમાધિ-સાધના
૩૧૫ ગિન , ચિંતા જે તજે, તે તૂટે સંસાર; ચિંતાસક્ત જિનેન્દ્ર પણ, લહે ન હંસાચાર. ૨૯ આ આત્મ જ પરમાતમા, કર્મવશે બહિરાત્મક સ્વને સ્વથી જાણે બને, સ્વયં દેવ પરમાત્મા. ૩૦ જે પરમાત્મા જ્ઞાનમય, તે હું દેવ અનંત, જે હું તે પરમાતમા, એમ ભાવ નિર્દાન્ત. ૩૧ વિમલસ્ફટિકથી ભિન્ન જ્યમ, હે જીવ પરકૃત ભાવ; તેમજ આત્મસ્વભાવથી ગણ સૌ કર્મસ્વભાવ. ૩૨ સ્ફટિક સ્વભાવે વિમલ જ્યમ, તેમજ આત્મસ્વભાવ જોઈ મલિન તન બ્રાંતિથી, ગણન મલિન નિજભાવ. ૩૩ રક્ત વસ્ત્રથી જેમ બુધ, તન નહિ માને રક્ત; ત્યમ તન રક્તથી જ્ઞાની ના, આત્મા માને રક્ત. ૩૪ જીર્ણ વસ્ત્રથી જેમ બુધ, તન નહિ માને જીર્ણ, ત્યમ તન જીર્ણથી જ્ઞાની ના, આત્મા માને જીર્ણ. ૩૫ વસ્ત્ર નાશથી જેમ બુધ તન નહિ માને નષ્ટ ત્યમ તાનાશે જ્ઞાની ના, આત્મા માને નષ્ટ. ૩૬ હે જીવ, જ્ઞાની જ્યમ ગણે, વસ્ત્ર દેહથી ભિન્ન તેમ દેહ પણ આત્મથી, માને જ્ઞાની વિભિન્ન. ૩૭ આ તન જીવ, તુજ શત્રુ ગણ, દુખ ઉપજાવે એહ, તે આ તનને જે હણે, મિત્ર પરમ ગણ તેહ. ૩૮ ઉદય આણને કર્મ જે, ખપાવવા મુજ ઈ;
સ્વયં આવ્યું, ખપાવ્યું તે, લાભ પરમ ગણું એહ. ૩૯ ૧. આત્મરમણતા. ૨. ઇચ્છા