________________
મૃત્યુ મહોત્સવ मृत्युमार्गे प्रवृत्तस्य वीतरागो ददातु मे । समाधिबोधिपाथेयं यावन्मुक्तिपुरी पुरः ॥१॥
હે વીતરાગ પ્રભુ! મૃત્યુના માર્ગે પ્રવર્તેલા એવા મને આત્મપરિણામની સ્થિરતા વા આત્મમગ્નતા કે સ્વરૂપની સાવધાનીરૂપ સમાધિ અને આત્મદર્શન, આત્મજ્ઞાન, આત્મરમણતામય રત્નત્રયની પ્રાપ્તિરૂપ બોધિ કે જે પરલેકના માર્ગમાં સહાયક થાય એવું પાથેય એટલે ભાતું તે આપ કે જેથી હું મુક્તિપુરી પ્રત્યે નિર્વિને પહોંચી જાઉં.
અનાદિકાળના પરિભ્રમણમાં મેં અનંતાનંત કુમરણ કર્યા છે. પરંતુ કેઈ કાળે એક વાર પણ સમાધિમરણ કર્યું નથી. એક વાર જે સમાધિમરણ થાય તે અનંતકાળનાં અનંત અસમાધિમરણ ટળે. તેથી જે પૂર્વે એક વાર પણ સમાધિમરણ થયું હોત તે આ જન્મમરણ હોત નહીં.
દેહ ત્યાગ કરતી વખતે આત્મદર્શન, આત્મજ્ઞાન અને આત્મસ્થિરતારૂપ જે આત્માને સ્વભાવ છે તે વિષયકષાયાદિ વિભા વડે હણાય નહીં તે સમ્યક્રમરણ કે સમાધિમરણ છે.
હે સર્વજ્ઞ વીતરાગ પરમકૃપાળુ સહજાત્મા! આપ જન્મ મરણ રહિત થયા છે; અનંત સમાધિ સુખમાં વિરાજમાન છે. તેથી હું પણ આપનું જ શરણ ગ્રહણ કરી, સમાધિમરણને સાધવા ઉત્સુક થઈ, આપના અમૃતતુલ્ય બોધવચનમાં એકાગ્ર થઈ આ મૃત્યુને મહત્સવ ગણું, આત્મશ્રેય સાધવા