________________
સમાધિ-સાધના
૨૯પ સિદ્ધિ શુદ્ધિ, મુક્તિ કે નિવૃત્તિ નિર્વાણ શિવપદ, શાંતિ, સમાધિ સૌ આત્મશુદ્ધિ સુખખાણ. સદ્. ૫ આનંદોર્મિ અપાર ત્યાં, સુખની લહેર અનંત; અચિંત્ય અનુપમ એ દશા, ભવાબ્ધિ દુઃખને અંત. સદૂ. ૬ વીતરાગ સર્વજ્ઞ એ, નિત્ય નિરંજન સિદ્ધ અવ્યાબાધ સ્વરાજ્ય સુખ, વિલસે પ્રભુ પ્રબુદ્ધ. સદ્દ૦ ૭ જન્મ જરા મૃત્યુ નહીં, ત્રિવિધ તાપ નહિ લેશ; રેગ શેક ભય ખેદ નહિ, નહિ ચિંતા સંક્લેશ. સ૬૦ ૮ સમય સમય સુખ લહેર ત્યાં, દર્શન જ્ઞાન અનંત; અનંત નિજ ગુણ સંપદા, ચિન્મય જોત જવલંત. સ૬૦ ૯ અચિંત્ય પ્રભુતા આત્મની, અદ્ભુત નિજ ઐશ્વર્ય, વચનાતીત અનંત એક સ્વરૂપરમણ સામર્થ્ય. સ૬૦ ૧૦ મુજ સહજાન્મસ્વરૂપ એ, અનંત શક્તિ સ્વરૂપ કદી ન જાણ્યું માન્યું મેં, અનુભવ્યું નહિ નિજરૂપ. સ૬૦ ૧૧ તેથી દુઃખદરિયે ડૂબે, ભવ ભવ ભયે અપાર; ભવદુઃખ અંત લહું હવે, સદ્ગુરુ તારણહાર. સ૬૦ ૧૨ મૃગજળ સમ ભવસુખ છતાં દેડ જગતની ત્યાં જ કદી ન તૃપ્તિ તેહથી, અંતર્દાહ જ ત્યાજ્ય. સ૬૦ ૧૩ માયામય અગ્નિ વિષે, બળી રહ્યો ત્રણ લેક; શીતળ શાંત સુધાનિધિ, રાજચંદ્ર સુખી કેક. સદૂ૦ ૧૪ જન્મ મરણની આગમાં બળતા જીવ તમામ; ચતુર્ગતિનાં દુઃખ સહે, લખ ચોરાસી આમ. સ. ૧૫