________________
સમાધિ-સાધના
નમસ્કાર કરું છું. આપની પરમભક્તિ અને વીતરાગ પુરુષના મૂળધર્મની ઉપાસના મારા હદયને વિષે ભવપર્યત અખંડ જાગૃત રહે એટલું માગું છું તે સફળ થાઓ.
છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ
વિનય વિનતિ પરમ કૃપાળુ દેવ પ્રતિ, વિનય વિનંતિ એહક ત્રય તત્તવ ત્રણ રત્ન મુજ, આપ અવિચળ સ્નેહ. ૧ તપદેષ્ટા તુમ તણ, માર્ગ તણે અનુસાર; લક્ષ લક્ષણ રહે સદા, ખરેખર એક તાર. ૨ મિથ્યા તમને ફેડવા, ચંદ્ર સૂર્ય તુમ જ્ઞાન, દર્શનની સુવિશુદ્ધિથી, ભાવ ચરણ મલ હાન ૩ ઈચ્છા વર્તે અંતરે, નિશ્ચય કૃઢ સંકલ્પ મરણ સમાધિ સંપજે, ન રહે કાંઈ કુવિકલ્પ. ૪ કામિલદાયક પદ શરણ, મન સ્થિર કર પ્રભુ ધ્યાન, નામ સ્મરણ ગુરુ રાજનું, પ્રગટ કલ્યાણ–નિદાન. ૫ ભુવન જન–હિતકર સદા, કૃપાળુ કૃપાનિધાન; પાવન કરતા પતિતને, સ્થિર ગુણનું દઈ દાન. ૬ સર્વજ્ઞ સદ્ગુરુ પ્રતિ, ફરી ફરી અરજ એ નેક; લક્ષ રહે પ્રભુ સ્વરૂપમાં, હે રત્નત્રય એક. ૭