________________
૨૭૨
સમાધિ-સાધના
આ લોકમાં સંબંધ વસ્તુ એક સાથે અન્યને, જ્યાં છે નિધિત પૂર્ણ રીતે ત્યાં મુનિ કે પરજને ! બે વસ્તુ ન્યારી જીવ જડ, ત્યાં કતું કર્મ ઘટે નહીં, તે દૃઢપણે માને કદી પરદ્રવ્યનું કર્તુત્વ નહીં. ૨૦૧ જે નિયમ વસ્તુ સ્વભાવ આ જાણે બિચારા ના કદી, અજ્ઞાન તમમાં તે ડૂબેલા, જ્ઞાનજ્યોતિ વિણ યદિ; તે કર્મ કરતા, તેથી કર્તાભાવ કર્મતણ કરે, જીવ સ્વર્ય રાગાદિ કરે ત્યાં અન્ય કર્તા ના ખરે. ૨૦૨ જે કર્મ છે તે કાર્ય છે, નહિ કાર્ય કર્તા વિણ હવે, જીવ પ્રકૃતિ એ બેયની કૃતિ, કર્મ કદી ના સંભવે; કારણે પ્રકૃતિ જડ અચેતન, જ્ઞાનહીન છતાંય જે, નિજ કાર્યફળ ભક્તા તણે, પામે પ્રસંગ, અયોગ્ય તે; વળી એક એ પ્રકૃતિ તણું, તે ભાવકર્મ કૃતિ નહીં, કારણ અચેતન પ્રકૃતિ છે, તે ભાવકર્મ ચેતન સહી; ત્યાં જીવ કર્તા તે ખરે, એ ભાવકર્મતણે સદા, એ કર્મ ચેતનનું જ છે, જડ છે ન જ્ઞાતા તે કદા. ૨૦૩ રે! આત્મઘાતક કેઈ કર્તા કર્મને કર્મ જ થે, ત્યાં જીવના કર્તાપણાને તે ઉડાડે વ્યર્થ રે, આત્મા કથંચિત્ કર્મકર્તા અચળ એ શ્રુતિ જે કહે, કેપિત કરતા કેઈ અજ્ઞાની સ્વચ્છેદે તે વહે, રે! મેહથી ઉદ્ધતમતિ તે આત્મઘાતક જીવના, સંશુદ્ધિ અર્થે જ્ઞાનની, વસ્તુસ્થિતિ કહેવાય આ વસ્તુસ્થિતિ સ્યાદ્વાદનિયમે સિદ્ધ નિબંધિત આ, સ્યાદ્વાદ તે જયવંત વર્ત, જ્ઞાની જનસાધિત આ. ૨૦૪