________________
૨૬૪
સમાધિ – સાધના
• નહિ કર્મ બળ કરી જોડતું, કરનારને ફળ સાથે જે, કરનાર ફળને ઇચ્છતે, તે કર્મફળને પામતે; થઈ જ્ઞાન, તજી દઈ રાગ, જ્ઞાની કર્મફળ ઈચ્છે નહીં, કરવા છતાં બંધાય ના, ફળપરિત્યાગ સ્વભાવથી. ૧૫ર ત્યાં કર્મફળ તજનાર કર્તા કર્મને નહિ માનીએ, પણ અવશતાથી કર્મ ક્યાંકથી કાંઈ પડતાં આવીને તે આવતાં, નિષ્કપ જ્ઞાને સ્થિત જ્ઞાની જે રહે, તે જ્ઞાની કરતા કર્મ કે નહિ કેણ જાણે તેહને? ૧૫૩ કદ વજાતે ભયચલિત શૈલેષે માર્ગ તજે છતાં, નિર્ભયપણે નિઃશંક સમ્યગૃષ્ટિ સ્થિર થઈ વર્તતા; હું જ્ઞાનતન નિર્વધ્ય આત્મા’, જાણું જ્ઞાન તજે નહીં, આ માત્ર સમ્યગૃષ્ટિ સાહસ આવું કરતા તે સહી. ૧૫૪ ચિલેક શાશ્વત એક નિત્યે વ્યક્ત ભિન્ન ચિદાત્મને, અનુભવ કરે છે જ્ઞાની કેવળ સ્વયં એ સહજાત્મને; તુજ લેક ચિદ્રપ નહીં અવર ભય કેમ જ્ઞાની ઘારતા? નિઃશંક નિર્ભય સહજ અવિરત જ્ઞાન નિત્યે વેદતા. ૧૫૫ નિભેદ એવા વેદ વેદક ભાવબળથી સર્વદા, જ્ઞાની નિરાકુળ સ્વયં વેદે જ્ઞાન એક જ તે સદા; ત્યાં વેદના બીજી નહીં, શું વેદના ભય ધારતા ? નિઃશંક નિર્ભય સહજ અવિરત જ્ઞાન નિત્યે વેદતા. ૧૫૬ સત્ ન પામે નાશ નિશ્ચ, પ્રગટ આ વસ્તુસ્થિતિ, છે જ્ઞાન સત્ સ્વયમેવ તે રક્ષાય શું તે અવરથી? તેથી અરક્ષણ તેનું ના, શી ભીતિ જ્ઞાની ઘારતા? નિશંક નિર્ભય સહજ અવિરત જ્ઞાન નિત્યે વેદતા. ૧૫૭