________________
'સમાધિ-સાધના
૨૪૧
જે ધ્યાનના ઉત્તમ અભ્યાસથી મેહનીય કર્મને નષ્ટ કરે છે તેવા ચરસશરીરી થેગી તે જ ભવમાં સુત થઈ જાય છે. તથા જે ચરમશરીરી નથી તે કેમે કરી મુક્ત થાય છે.
જે ચરમશરીરી નથી અને ધ્યાનને અભ્યાસ કરે છે તેને સદા સમસ્ત અશુભ કર્મોની નિર્જરા અને સંવર થત રહે છે. તથા પ્રત્યેક ક્ષણમાં એવાં અનેક પુણ્ય કર્મોને આસવ થતું રહે છે કે જેના દ્વારા સૌધર્મ આદિ સ્વર્ગોમાં તે કલ્પવાસી દેવ થાય છે. ત્યાં અનેક દેવ તેની સેવા કરે છે તથા બહુ કાળ સુધી ઇન્દ્રિય અને મનને અત્યંત પ્રસન્ન કરનાર સુખામૃતનું પાન કરતાં આનંદથી નિવાસ કરે છે. ત્યાંનું આયુ પૂર્ણ થયે મનુષ્ય જન્મમાં અવતાર લે છે. ચક્રવર્તી આદિ મહાન સંપત્તિ બહુ દિન પર્યત ભેગવી સંસારથી વિરક્ત થઈ, સાંસારિક સર્વ સંપત્તિને ત્યાગ કરી, સંયમને આરાધીને ચારે પ્રકારના શુક્લધ્યાનનું ચિંતવન કરી, આઠે કર્મોને નાશ કરીને અવિનાશી એક્ષપદ પ્રાપ્ત કરે છે.
૬. સમયસાર કળશ (શ્રી અમૃતચંદ્ર સૂરિકૃત સંસ્કૃતનું પદ્યાવતરણ) .
હરિગીત છંદ ' સંપૂર્ણ દર્શનજ્ઞાનમય પરમાત્મ શુદ્ધ સ્વભાવ જે, ચિન્મયસ્વભાવી ઉચ્ચતમ સહજત્મરૂપી ભાવ તે; તે સ્વાનુભૂતિથી ઝળકતા, જાણતા સવિ ભાવને, ભાવે નમું સહુજાત્મરૂપી સમયસાર સ્વભાવને. ૧ જે સ્વરૂપ આત્માનું જુએ, ધર્મો અનંતમયી સદા; વળી ભિન્ન કર્મ પ્રપચથી, સ્યાદ્વાદવાણું નમું મુદા. ૨