________________
સમાધિ-સાધના
૨૩૯
ઘારણ કરનાર ! હવે તું જીવન, થન આદિની આકાંક્ષાને ત્યાગ કરવાથી અંતરંગ અને બાહ્ય પરિગ્રહ રહિત થઈને સમતા વા પરમ સામાયિકરૂપ પરિગ્રહથી સુશોભિત થયે છે. અર્થાત પરમ સામાયિકમાં લીન થયા છે. માટે ધ્યાતા, ધ્યાન, દયેય આદિ વિકલ્પથી રહિત નિર્વિકલ્પ સમાધિમાં નિમગ્ન થઈને આનંદરૂપી અમૃતનું પાન કર.
જે સંસારરૂપી સમુદ્રથી તારવાને સમર્થ છે તેને અલંકમીણ કહે છે. જે અલંકમણ થઈને નિર્યાપક છે તેને અલંકમણ નિર્યાપક કહે છે. તે વ્યવહાર નથી સુસ્થિત આચાર્ય છે. નિશ્ચય નયથી શુદ્ધ સ્વાત્માનુભૂતિ પરિણામની સન્મુખ આત્મા જ અલંકમણ નિર્યાપક છે. કારણ કે એ આત્મા જ દુઃખ આપનાર કર્મોને વા અન્ય કારણોને પિતાના આત્માથી અલગ જુદાં કરી શકે છે.
આ આત્મા સદા પિતાનામાં જ અભિલાષા કરતે રહેતે હેવાથી, સદા અભીષ્ટ પદાર્થોને જાણે છે અને પિતાનું હિત કરવામાં સદા તત્પર રહે છે એટલા માટે આત્મા જ આત્માને ગુરુ છે. એ પ્રમાણે નિશ્ચય નયથી પિતાના શુદ્ધ આત્માને અને વ્યવહારથી નિર્યાપક આચાર્યને, જેણે પિતાને આત્મા સમર્પણ કરી દીઘો છે, જેણે પહેલાં કહ્યા મુજબ નિગ્રંથતા ધારણ કરી દીધી છે, જેની શ્રમણ એવી સંજ્ઞા છે, અને જે યથાસંભવ ગુણસ્થાનેમાં થનાર નિશ્ચય રત્નત્રયના અભ્યાસથી યેગીઓને અંતિમ સમયમાં ઉત્પન્ન થનાર સમુચ્છિત્રક્રિયાપ્રતિપાતી નામના શુક્લધ્યાનમાં આરૂઢ થયા છે એવા મેક્ષની ઇચ્છાવાળા મુમુક્ષુ પુરૂષ બાહ્ય અને અત્યંતર તપ દ્વારા ઉપર લખ્યા પ્રમાણે કષાય અને શરીર બંનેને કુશ