________________
સમાધિ–સાધના
હું આત્મા એક છું. નિશ્ચયે શુદ્ધ છું. પરભાવા અને પરદ્રવ્યોના સ્વામી નહીં હાવાથી તેમાં મમતા રહિત છું. અને જ્ઞાનદર્શનરૂપ સહુજ આત્મસ્વભાવે સંપૂર્ણ છું. એ સહજાત્મસ્વરૂપના ધ્યાનમાં સ્થિત, એ જ ચૈતન્ય અનુભવમાં લીન થઈ આ સર્વે કર્મના, આસવાના ક્ષય કરું છું.
एकोऽहं निर्ममः शुद्धो ज्ञानी योगीन्द्रगोचरः । बाह्या संयोगजा भावाः मत्तः सर्वेऽपि सर्वदा ॥ —શ્રી ઇટોપદેશ
ચૈતન્ય સ્વરૂપ એવા હું આત્મા એક છું. પરમાં મમતા રહિત છું. દ્રવ્યકર્મ ભાવકર્મ રહિત શુદ્ધ છું. સ્વપર પ્રકાશક જ્ઞાનસ્વરૂપી પદાર્થ છું. યોગીન્દ્ર ભગવાનના અદ્રિય જ્ઞાને ગમ્ય છું. દ્રવ્યકર્મના સંયેાગે પ્રાપ્ત જે શરીરાદિ માહ્ય પદાર્થો છે તે સર્વે મારા સ્વરૂપથી સર્વદા ભિન્ન છે, પર છે.
૧૯૮
न मे मृत्युः कुतो भीतिः न मे व्याधिः कुतो व्यथा । नाहं बालो न वृद्धो वा न युवैतानि पुद्गले ॥ —શ્રી ઇષ્ટોપદેશ
ચૈતન્ય શક્તિરૂપ ભાવ પ્રાણાના કદાપિ વિયેાગ નહીં થતા હેાવાથી મને મરણુ કદાપિ છે જ નહીં, તે પછી મને મરણાદિના ભય શાને ? તેમ જ મને, ચૈતન્યસ્વરૂપ શુદ્ધ આત્માને વ્યાધિ છે નહીં તે તેની પીડા શી ? તેમ હું બાળક નથી, વૃદ્ધે નથી, યુવાન નથી, એ સર્વ અવસ્થા પુર્દૂગલની છે. હું શુદ્ધ સહુજ આત્મસ્વરૂપ છું. તેથી તેને જ ભજું છું. તેમાં જ તન્મય એકાગ્ર લીન થાઉં છું.
જે મહાત્માએ અસંગ ચૈતન્યમાં લીન થયા, થાય છે અને થશે તેને નમસ્કાર.”