________________
* સમાધિ-સાધના
૧૭૩
જ્યાં સંકલ્પ વિકલ્પ છે ત્યાં વ્યાકુલતા છે, વ્યગ્રતા છે, અશાંતિ છે. જ્યાં નિર્વિકલપતા છે ત્યાં નિરાકુલતા છે, અવ્યગ્રતા છે, શાંતિ છે. તેથી વિક૫મય આત્માને કર્મબંધ અને દુખની પ્રાપ્તિ છે, નિર્વિકલ્પ આત્માને કર્મને અભાવ અને સુખની પ્રાપ્તિ છે.
પૂર્વે એ સવિકલ્પ સૌખ્ય મેં અનુભવ્યું બહુ વાર અહા ! તેથી તે ન અપૂર્વ અને તે નિર્વિકલ્પ સુખ વિષે સ્પૃહા. ૧૦
આકુલતાથી યુક્ત સવિકલ્પ સુખ તે મેં અનંતકાળના પરિભ્રમણમાં ઘણી વાર ભેગવ્યું છે. તેથી તે અપૂર્વ નથી. માટે હવે તે નિર્વિકલપ સુખ પ્રાપ્ત કરવાની જ મને અત્યંત તીવ્ર અભિલાષા જાગી છે, ઇંદ્રિયસુખની સર્વ સ્પૃહા વિરમી છે અને એક અતીન્દ્રિય આત્મિક સુખની જ માત્ર અભિલાષા પ્રવર્તે છે. રાગાદિયુત ચિત્ત સહિત જે જાણે રેય વસ્તુ દુખ તે; પણ જે જાણે ચિત્ત વિરાગે, નિશ્ચયથી જીવને સુખ તે. ૧૧
રાગી દ્વેષી અને મેહી ચિત્ત વડે ય પદાર્થોને જાણ વામાં પ્રાણને દુઃખ થાય છે; પદાર્થને જાણવારૂપ તે જ જ્ઞાન જે રાગ આદિ રહિત ચિત્તથી થાય તે નિશ્ચયથી તે જ સુખ છે.
પદાર્થને જાણવા તે સુખ કે દુઃખરૂપ નથી, પરંતુ ચિત્તમાં રાગ દ્વેષ કે મેહ સહિત જે જ્ઞાન તે દુઃખનું કારણ થાય છે અને રાગદ્વેષ નેહ રહિત ચિત્તથી પદાર્થોનું તે જ જ્ઞાન સુખનું કારણ થાય છે.