________________
૧૭૨
સમાધિ–સાધના
સંસારમાં નિગદના જીમાં, વિષ્ટાના કીડામાં, પશુઓના સમૂહમાં, રાજા આદિ વર્ગમાં, ભાર વહન કરનાર મજૂરમાં, ભીલમાં, રેગીમાં, નીરોગીમાં, ધનવાનમાં, નિર્ધનમાં, વાહનમાં ફરનાર કે પગે ચાલનારમાં, યુવાન વૃદ્ધ કે બાલ આદિમાં, જે જે ઇંદ્રિયસુખ છે તે તે કઈ કઈ વાર જ અલ્પકાળ માટે જ હોય છે. કદાચ તે સુખ સદા સર્વદા રહે તેવાં હોય તેય મારે તેનું શું કામ છે? કારણ કે તે અપૂર્વ નથી. પૂર્વમાં અનંતવાર તેવા સુખની તે પ્રાપ્તિ થઈ ગઈ છે માટે હવે તેવાં સાંસારિક સુખથી મને કંઈ પ્રજન નથી, સ્પૃહા નથી.
રેય પદાર્થો જાણે દેખે સિદ્ધ તથા સંસારી છતાં, સંસારીનું જ્ઞાન વિકલ્પક, સિદ્ધતણું અવિકલ્પક ત્યાં. ૮
ય પદાર્થોને જોવા તથા જાણવાનું (દર્શન તથા જ્ઞાન) સિદ્ધ તથા સંસારી બનેને થાય છે. સિદ્ધ પણ જગતને સર્વ રેય પદાર્થોને જાણે છે, દેખે છે. સંસારી જી પણ જેટલી પિતાની જ્ઞાન દર્શન શક્તિ પ્રગટ છે તે પ્રમાણે ય પદાર્થોને જાણે છે, દેખે છે. બંનેમાં તફાવત એટલે છે કે સર્વ પદાર્થોને જેતા જાણતા છતાં સિદ્ધ પરમાત્મા તેમાં અહત્વ મમત્વ, ઈષ્ટ અનિષ્ટ, રાગ, દ્વેષ આદિ કંઈ ન કરતાં કેવળ નિર્વિકલ્પ સ્વભાવમાં જ રહે છે. જ્યારે સંસારી જીવે જગતનાં પદાર્થોને જોતાં જાણતાં, તેમાં અહત્વ મમત્વ, ઈષ્ટ અનિષ્ટ, રાગદ્વેષ આદિ કરીને અનંત વિકલ્પમાં પ્રવર્તે છે. નિર્વિકલ્પ તે નિરાકુલ ને વ્યાકુલ વિકલવંત સદા કર્મનાશ સત્સૌખ્ય પ્રથમને, કર્મ-દુઃખમૃત અન્ય બધા. ૯