________________
સમાધિ-સાધના
૧૫૭ લેકમાં જેમ અંધ પાસે નૃત્ય અને બહેરા પાસે ગીત નકામાં જાય છે તેમ આત્મસ્વરૂપની જિજ્ઞાસા જેને જાગી નથી અને દેહાદિ બાહ્ય ભાવમાં અહં મમત્વ કરી સાંસારિક પ્રપંચામાં કે અંતર લક્ષ ઉપગ વિનાના ધર્મના નામે થતા ક્રિયાકલાપે તેમજ શુષ્ક અધ્યાત્મ વાજામાં હિત માનીને જે પ્રવર્તી રહ્યા છે એવા બહિરાત્મા અજ્ઞાની મનુષ્ય આગળ શુદ્ધ આત્મસ્વરૂપની વાત કહેવી, સમજાવવી નિરર્થક જાય છે. અંતરથી જેને સંસાર કારાગૃહ સમાન પરાધીનતાની બેડીરૂપ ખરેખર દુઃખદાયક જણાય છે, તેનાથી છૂટવાની તમન્ના જાગી છે અને તેથી જેને આત્મસ્વરૂપ જાણવા ઓળખવાને ખપ છે, એવા જિજ્ઞાસુ, મુમુક્ષુ, આત્માથીં જને તથા આત્મજ્ઞાની અંતરાત્મારૂપ મહાપુરુષે પાસે આ શુદ્ધ ચિપની વાત કરી હોય તે તેમને હિતકારક થાય છે. જેમ ભૂખ્યા પાસે અન્ન અને તરસ્યા પાસે જળ મૂકવામાં આવે તે તે અત્યંત આતુરતાથી આદરપૂર્વક તેનું ગ્રહણ કરે છે. કારણ કે તેની જ તેને જરૂર છે, તેના વિના તે દુઃખી થઈ રહ્યા છે, અને તે અન્નાદિની પ્રાપ્તિથી જ સંતોષ કે સુખ થશે એમ તે જાણે છે. તેમ શુદ્ધ આત્મજ્ઞાન વિના સંસારનાં અનંત જન્મમરણ આદિ દુઃખ દૂર થવાનાં નથી એમ જાણું એક આતમજ્ઞાનને જ જેને ખપ છે તેવા જિજ્ઞાસુઓને જ આ શુદ્ધ ચિદ્રપની વાત આત્મજ્ઞાન પમાડવા કારણરૂપ બની અપૂર્વ હિતકર થાય છે.
અનુષ્ટ્રપ શુદ્ધ ચિપ પ્રાપ્તિના ઉપાયે બહુ સર્વદા; છતાં તધ્યાન જે ના થયો છે ના થશે કદા. ૨૫