________________
સમાધિ–સાધના
૧૪૧
લાલ કપડાં પહેરવાથી જેમ કેઈ પિતાને લાલ રંગના માનતા નથી, તેમ શરીર લાલ, ગૌર, કૃષ્ણ કે કાંતિમાન હોય તે પિતાને આત્મા તે લાલ, ગૌર કે કૃષ્ણ વર્ણવાળા છે એમ જ્ઞાની કદી માનતા નથી. વર્ણ રસ ગંધ સ્પર્શ આદિ પુદ્ગલના ગુણથી પિતાને આત્મા કેવળ ભિન્ન, જ્ઞાન દર્શન આદિ ગુણવાળો અજરામર પરમાનંદસ્વરૂપી છે એ નિશ્ચય જ્ઞાનીઓને જડ એવા શરીરથી પિતાને સદાય ભિન્ન ગણ આત્મભાવનામાં નિરંતર તત્પર રાખે છે. ૬૬
આત્માનું વાસ્તવિક શરીર તે કેવળજ્ઞાન છે. પરંતુ જડ એવા આ શરીરરૂપ કાંચળીથી આત્માનું તે કેવળજ્ઞાનરૂપ પારમાર્થિક શરીર અવરાઈ ગયું છે. તેથી તે પિતાના આત્માને જાણતું નથી, અનુભવતું નથી અને એ જ કારણથી તે અનંતાનંત કાળથી ભવમાં ભમ્યા કરે છે. ૬૮
ગેરે છું, જડ કે પાતળો છું, એમ શરીરનાં વિશેષણથી આત્માને તે ન માનતાં કેવળજ્ઞાન શરીરવાળે હું આત્મા છું, જડ દેહથી ભિન્ન કેવળજ્ઞાન સ્વરૂપ અવિનાશી એ હું શુદ્ધ સહજાન્મસ્વરૂપ છું, એવી પકડ નિશ્ચળપણે, નિષ્કપણે, અડોલપણે, સદાય દૃઢ રાખવી. 90 - જેના ચિત્તમાં, દેહથી ભિન્ન, ચૈતન્યસ્વરૂપ, શુદ્ધ, બુદ્ધિ, અજરામર, પરમાનંદ સ્વરૂપી હું શાશ્વત શુદ્ધ સહજાન્મસ્વરૂપ છું, એવી પકડ, શ્રદ્ધા, ધારણું, નિશ્ચય, અડોલપણે, નિશ્ચળપણે સદાય વર્તે છે તેને મેક્ષ અવશ્ય નિશ્ચયે છે, પરંતુ જેને એવી નિશ્ચળ પકડ નથી તેને અવશ્ય મેક્ષ નથી. ૭૧
અન્ય દેહમાં જવાનું બીજ આ દેહમાં આત્મભાવના છે તે જ છે. અને દેહરહિત, વિદેહી, મુક્ત દશા પામવાનું