________________
૧૧૬
સમાધિ-સાધના
હવે ચતુર્ગતિનું કંઈક સ્વરૂપ પરમાગમ અનુસાર ચિંતવન કરીએ છીએ. નરકની સપ્ત પૃથ્વી છે. તેમાં એગણપચાસ ભૂમિકા છે. તે ભૂમિકામાં ચોરાસી લાખ બિલ છે તેને નરક કહીએ છીએ. તેની વામય ભૂમિ ભીંતની માફક છજેલ છે. કેટલાંક બિલ સંખ્યાત યાજન લાંબાં પહેલાં છે, કેટલાંક અસંખ્યાત જન લાંબાં પહેલાં છે. તે એક એક બિલની છત વિષે નારકીનાં ઉત્તિનાં સ્થાન છે. તે ઊંટના મુખના આકાર આદિવાળાં, સાંકડાં મેંઢાવાળાં અને ઊંધે માથે છે તેમાં નારકી જ ઊપજી નીચે માથું અને ઉપર પગથી આવી વજશ્ચિમય પૃથ્વીમાં પડી, જેમ જેરથી પડી દડી પાછી ઊછળે છે તેમ તેનારકી) પૃથ્વી પર પડી ઊછળતાં લેટતાં ફરે છે. કેવી છે નરકની ભૂમિ ? અસંખ્યાત વીંછીના સ્પર્શને લીધે ઊપજી વેદનાથી અસંખ્યાત ગુણ અધિક વેદના કરવાવાળી છે.
ઉપરની ચાર પૃથ્વીનાં ચાળીશ લાખ બિલ અને પંચમ પૃથ્વીનાં બે લાખ બિલ એમ બેંતાળીસ લાખ બિલમાં તે કૈવળ આતાપ, અગ્નિની ઉષ્ણ વેદના છે. તે નરકની ઉષ્ણુતા જણાવવાને માટે અહીં કોઈ પદાર્થ દેખવામાં, જાણવામાં આવતું નથી કે જેની સદૃશતા કહી જાય તે પણ ભગવાનને આગમમાં એવું અનુમાન ઉષ્ણતાનું કરાવેલ છે કે લાખ જનપ્રમાણ મોટા લેઢાના ગેળા છોડીએ તે તે નરકભૂમિને નહીં પહોંચતાં, પહોંચતાં પહેલાં નરકક્ષેત્રની ઉષ્ણતાથી કરી રસરૂપ થઈ વહી જાય છે.
જેમ ઊકળેલા આધણમાં ચેખા સર્વ તરફ ફરતાં છતાં ચડવાઈ જાય છે, તેમ સંસારી જીવ કર્મથી તયાય