________________
સમાધિ-સાધના
૧૧૫
તીક્ષણ ધારે કરી, પાળીએ કરી અને કાતરણીએ કરીને કાપે હતું. મારા ખંડેખંડ કટકા કર્યા હતા. મને તીર છો છેદ્યો હતે. ચરરર કરતી મારી ત્વચા ઉતારી હતી. એમ હું અનંત દુઃખ પામ્યું હતું.
પરવશતાથી મૃગની પેઠે અનંતવાર પાશમાં હું સપડાયે હતે પરમાધામીએ મને મગરમચ્છરૂપે જાળ નાંખી અનંત વેળા દુખ આપ્યું હતું સીંચાણુરૂપે પંખીની પેઠે જાળમાં બાંધી અનંતવાર મને હણ્યા હતા. ફરશી ઈત્યાદિક શસ્ત્રથી કરીને મને અનંતવાર વૃક્ષની પેઠે ફૂટીને મારા સૂક્ષ્મ છેદ કર્યા હતા. મુગરાદિકના પ્રહાર વતી લેહકાર જેમ લેહને ટીપે તેમ મને પૂર્વકાળે પરમાધામીઓએ અનંતીવાર ટીપે હતે. તાંબું, લોઢું અને સીસું અગ્નિથી ગાળી તેને કળકળતે રસ મને અનંત વાર પાયે હતે. અતિ રૌદ્રતાથી તે પરમાધામીએ મને એમ કહેતા હતા કે, પૂર્વભવમાં તને માંસ પ્રિય હતું તે લે આ માંસ. એમ મારા શરીરના ખંડ ખંડ કટકા મેં અનંતી વાર ગળ્યા હતા. મદ્યની વલ્લભતા માટે પણ એથી કંઈ ઓછું દુઃખ પડયું નહોતું. એમ મેં મહા ભયથી, મહા ત્રાસથી અને મહા દુઃખથી કંપાયમાન કાયાએ કરી અનંત વેદના ભેગવી હતી. જે સહન કરતાં અતિ તીવ્ર, રૌદ્ર અને ઉત્કૃષ્ટ કાળસ્થિતિની વેદના, સાંભળતાં પણ અતિ ભયંકર, અનંત વાર તે નરકમાં મેં જોગવી હતી. જેવી વેદના મનુષ્યલેકમાં છે તેવી દેખાતી પણ તેથી અનંતગણ અધિક અશતાવેદની નરકને વિષે રહી હતી. સર્વ ભવને વિષે અશાતાદની મેં જોગવી છે. મેષાનમેષ માત્ર પણ ત્યાં શાતા નથી.”