________________
(૧૦) ઉપકારક સંતશિરોમણિ પ. પૂ. પ્રભુશ્રીજીને અંતિમ ભાવઅંજલિ આપવામાં આવી છે.
આશા છે કે ગુણજ્ઞ સત્સાધકે હંસની માફક તત્ત્વને ગ્રહણ કરવાની વૃષ્ટિથી આ ગ્રંથને સંપૂર્ણ લાભ લેશે અને સુજ્ઞ વિદ્વજજનેને આમાં કંઈ પણ ન્યૂનાધિક વા ત્રુટિ જણાય તે ક્ષમ્ય ગણી સુધારવા યોગ્ય સૂચના જણાવી ઉપકૃત કરશે, તે બીજી આવૃત્તિમાં યંગ્ય સુધારો કરીને તેને વિશેષ ઉપયેગી બનાવી શકાશે.
સાધકવૃન્દ! આ ગ્રંથના સદુપયોગથી સમાધિ સાધવા ભાગ્યશાળી બને અને ત્રિવિધ તાપાગ્નિરૂપ સંસાર દાવાનલથી વિમુક્ત થઈ, શાંત શીતલ અનંત સમાધિમય, શાશ્વત સુખમય, સહજાત્મપદમાં વિરાજમાન થઈ સદાને માટે તેમાં જ નિમગ્ન થાઓ ! તથાસ્તુ.
જેના પ્રતાપે અંતરે સહજત્મ શુદ્ધ પ્રકાશ, જેથી અનાદિને મહા મેહાંધકાર ટળી જતે; બેધિ સમાધિ શાંતિ સુખને સિંધુ જેથી ઊછળતે, તે રાજચંદ્ર પ્રશાન્ત કિરણે, ઉર અમ ઉજાળજે.
શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, . સ્ટે અગાસ પેસ્ટ બોરીઆ
લિ. સંતસેવક વાયા આણંદ સં. ૨૦૨૦, વૈશાખ શુકલા અષ્ટમી | રાવજીભાઈ છગનભાઈ દેસાઈ - તા. ૧૮-૫-૬૪