________________
( ૯ ) નીચે, શ્રીમદ્ હેમચંદ્રાચાર્યકૃત યેગશાસ્ત્રના દ્વાદશ પ્રકાશમાં આચાર્યશ્રીને સ્વાનુભવ છે, તેમાંથી ઉપગી એવો બેધ આપે છે. ત્યાર પછી શ્રી પદ્મનંદિ પચવિંશતિમાંથી પદ્યાનુવાદ આપે છે.
પાંચમા ખંડમાં સમાધિભાવની જાગૃતિમાં સહાયક એવી બાર ભાવનાઓ “શ્રીમદ્ રાજચંદ્ર, “શ્રી જ્ઞાનાર્ણવ, “શ્રી કાર્તિકેયાનુપ્રેક્ષા, આદિમાંથી ટૂંકાવીને, અત્યંત સંક્ષેપમાં આપી છે. અંતે બાર ભાવનાનું એક પદ્ય મૂકયું છે.
છઠ્ઠા ખંડમાં “સમાધિ-ભાવના,' એ શીર્ષક નીચે “શ્રી જ્ઞાનાર્ણવ, “સમાધિશતક “પ્રવચનસાર, “તત્ત્વાનુશાસન તથા તત્વજ્ઞાનતરંગિણી' માંથી ટૂંકમાં સમાધિભાવનામાં સહાયક એ પ્રસંગેચિત સાથે આપવામાં આવ્યું છે. અંતે સહજ સ્વરૂપ ભાવનાનું કાવ્ય આપ્યું છે.
સાતમા ખંડમાં ‘અંતિમ આયણએ શીર્ષક નીચે અંત સમયને યેગ્ય ખમત ખામણું અને આત્મજાગૃતિ માટે સંથારાપરિસી આદિમાંથી જાગૃતિપ્રેરક ઉત્તમ ગાથાઓ, ક્ષમાપના પાઠ તેમજ “સમયસારમાંથી પ્રસંગચિત બેધ આપવામાં આવ્યું છે.
આઠમા છેલા ખંડમાં “અંતિમ સાધના' એ શીર્ષક નીચે અંતિમ સાધનામાં અતિ ઉપયેગી એવાં ઉત્તમ “આત્માનુશાસન, “અધ્યાત્મસાર, “શ્રીમદ્ રાજચંદ્ર' આદિમાંથી અંતર્મુખ અસંગ ઉપગ સાધવામાં પ્રબળ સહાયક એવાં વચને, ગાથાઓ, બેધ તેમ જ કેટલાક જાગૃતિદાયક પદે આપવામાં આવ્યાં છે. પ્રાતે સમાધિ–સાધનામાં અપૂર્વ