________________
સમાધિ-સાધનાં
૧૦૫
વ્યવહારનયથી જ્ઞાનપુ ંજ એવા સિદ્ધ ભગવાન ત્રિભુવન શિખરની ટોચના નક્કર ચૂડામણિ છે. નિશ્ચયથી તે દેવ સહજ પરમ ચૈતન્ય ચિંતામણિસ્વરૂપ નિત્ય શુદ્ધ નિજરૂપમાં જ વસે છે.
હું
શરીર સંબંધી માળાદિ અવસ્થાભેદાને,રાગાદિ ભેદરૂપ ભાવકર્મના ભેદોને, ભાવ કર્માત્મક ચાર કષાયાને કરતા નથી. સહજ ચૈતન્યના વિલાસરૂપ આત્માને જ ભાવું છું. અતિ તીવ્ર માહની ઉત્પત્તિથી જે પૂર્વે ઉપાજે લું કર્મ તેને પ્રતિક્રમીને હું સદ્ભાધાત્મક–સમ્યજ્ઞાન–સ્વરૂપ એવા આત્મામાં આત્માથી નિત્ય વસ્તું છું.
જે સહજ તત્ત્વ અખંડિત છે, શાશ્વત છે, સકલ દોષથી દૂર છે, ઉત્કૃષ્ટ છે, ભવસાગરમાં ડૂબેલા જીવસમૂહને નૌકા સમાન છે અને પ્રબળ સંકટોના સમૂહરૂપી દાવાનળને શાંત કરવા માટે જળ સમાન છે, જે જિનપ્રભુના મુખારવિંદથી વિદિત છે, જે સ્વરૂપમાં સ્થિત છે, જે મુનીશ્વરાના મનેાગૃહની અંદર સુંદર રત્નદ્વીપની માફક પ્રકાશે છે, જે આ લાકમાં દર્શનમેટ્ટુિ પર વિજય મેળવેલા યાગીઓથી નમસ્કાર કરવા ચેાગ્ય છે, જે સુખનું મંદિર છે, જેને તત્ત્વવેત્તાઓ પ્રણામ કરે છે, જે કૃતકૃત્ય છે, જેણે મેહરાત્રીના નાશ કર્યો છે, અને જે સિદ્ધિથી ઉત્પન્ન થતા સૌખ્ય વડે શુદ્ધ છે એવા અદ્ભુત સહજ આત્મતત્ત્વને હું સદા અતિ અપૂર્વ રીતે અત્યંત ભાવું છું, વંદું છું, ભજું છું.
જે પરમાત્મતત્ત્વ રાગદ્વેષાદિ દ્વન્દ્વમાં રહેલું નથી, અને અનઘ (મળરહિત) છે, તે કેવળ એકની હું ફરી ફરીને સંભાવના (સમ્યક્ ભાવના) કરું છું. મુક્તિની સ્પૃહાવાળા અને