________________
૧૦૪
સમાધિ-સાધના લક્ષણવાળા વિવિધ પ્રકારના ભાવે પ્રગટ થાય છે તે હું નથી, કારણ કે તે બધાય મારાથી જુદાં પરદ્રવ્ય છે.”
આત્માને નિશ્ચય તે દર્શન છે, આત્માને બોધ તે જ્ઞાન છે. આત્મામાં જ સ્થિતિ તે ચારિત્ર છે. આ ત્રણેની એકતા શિવપદનું કારણ છે.
સહજ જ્ઞાન સદા જયવંત છે. સહજ વૃષ્ટિ સદા જયવંત છે. તેવું જ સહજ વિશુદ્ધ ચારિત્ર પણ સદા જયવંત છે. પાપમલથી રહિત જેનું સ્વરૂપ છે એવી સહજ પરમ તત્વમાં સંસ્થિત ચેતના–સહજ આત્મસ્વરૂપ પણ સદા જયવંત છે.
કામિનીઓની જે શરીર વિભૂતિ તે વિભૂતિને, હે કામી પુરુષ! જે તું મનમાં સ્મરે છે તે મારા વચનથી તને શું લાભ થશે? અહે! આશ્ચર્ય થાય છે કે સહજ પરમ તત્વને--નિજ સ્વરૂપને-છેડીને તું શા કારણે વિપુલ મેહને પામે છે?
જે પરદ્રવ્ય–પરિગ્રહ મારે હેય તે હું અજીવપણાને પામું. હું તે જ્ઞાતા જ છું. તેથી પરદ્રવ્યરૂપ પરિગ્રહ મારે નથી.
ભવ્ય જીવ ભવભીરુપણાને લીધે પરિગ્રહ વિસ્તારને છોડે અને નિરુપમ સુખને આવાસની પ્રાપ્તિ માટે નિજ આત્મામાં અવિચળ સુખાકાર તથા જગત જનેને દુર્લભ એવી સ્થિતિ કરે.
કાયવિકારને છોડીને જે ફરી ફરીને શુદ્ધાત્માની– સહજાત્માની સંભાવને, સમ્યક્ભાવના કરે છે તેને જ જન્મ સંસારમાં સફળ છે.