________________
સમાધિ-સાધના
પુદ્ગલાથી પુદ્ગલા લેપાય છે. હું લેપાતા નથી. હું નિર્મળ ચિત્વરૂપી આત્મા પુદ્ગલના આશ્લેષવાળા નથી. જીવને અને પુદ્ગલને તાદાત્મ્ય સંબંધ છે જ નહીં. માત્ર સંયેાગ સંબંધ છે. તે પણ ઉપાધિજન્ય છે જેમ આકાશ અંજનથી લેપ્ચા છતાં પણુ લેપાતું નથી, તેમ અમૂર્ત આત્મસ્વભાવવાળા હું એક ક્ષેત્રમાં રહેલાં પુદ્ગલાથી પણ લેપાતા નથી. આ પ્રમાણે ધ્યાન કરતા જીવ લેપાતા નથી.
૯૭
यः पश्येन्नित्यमात्मानं, सा विद्या परमा मता । अनात्मसु ममत्वं य-दविद्या सा निगद्यते ॥
જે નિરંતર આત્માને જ જુએ છે, તે શ્રેષ્ઠ વિદ્યા માનેલી છે અને આત્માથી ભિન્ન અન્ય પદાર્થને વિષે જે મમતા તે અવિદ્યા કહેલી છે. આ શરીર મારું છે, હું શરીરરૂપ જ છું,’ એમ માનવું તે અવિદ્યા એટલે બ્રાંતિ જ છે. ચેાગીએ અવિદ્યારૂપ અંધકારનો નાશ થવાથી વિદ્યારૂપી અંજનથી લિપ્ત થયેલી દૃષ્ટિવડે આત્માને વિષે જ પરમાત્મા જુએ છે.
ચેાગી તત્ત્વરૂપ અંજનથી વ્યાપ્ત એવી લાકાત્તર જ્ઞાનવૃષ્ટિએ કરીને પેાતાના આત્મામાંથી મિથ્યા અવિદ્યાના નાશ કરીને આત્માને વિષે જ સમસ્ત કૅમેજોળની વિડંબનાથી રહિત સિદ્ધસ્વરૂપ પરમાત્માને જુએ છે.
મહાત્માને બાહ્યવૃષ્ટિના પ્રચારાના રોધ થવાથી સર્વે સમૃદ્ધિ અંત:કરણમાં જ પ્રગટ રીતે ભાસે છે.
6
સ્વરૂપ અને પરરૂપના ભેદજ્ઞાનવડે શુદ્ધ આત્મસ્વરૂપના અનુભવમાં લીન થયેલા જ્ઞાની પુરુષને સર્વે સમૃદ્ધિએ