________________
૫૬
આત્મબોધ કરાવનાર છે, જ્ઞાનને માર્ગ તેથી મુક્ત કરનાર છે. તું હિતાહિતના માર્ગની પરીક્ષા કરીને હિતના માર્ગમાં જ પ્રયાણ કરજે. ૮૧
હે બુદ્ધિનિધાન! બુદ્ધિને સદુપયોગ આત્મતત્વની શોધ કરવામાં જ કરજે, તે જ સફળતા છે. ૮૨.
હે વીરાત્મા ! વીરપણું તે દુઃખીઓના દુઃખ હરવામાં જ રહેલ છે. તે સતત યાદ રાખજે. ૮૩.
હે શૂરવીર ! તારી શૂરતાથી આંતરશત્રુઓને નાશ કરજે, અને તારી શૂરતાને ભાવજે. ૮૪.
હે ચતુરાત્મા! તારી ચતુરાઈ આશારૂપી દાસીને વશ કરવામાં વાપરજે. ૮૫.
આશારૂપી પિશાચિકાને જે જીતે છે તે જ નરોત્તમ છે. આશાના જે દાસ છે, તે વિશ્વના દાસ છે, ગુલામ છે. હે નરોત્તમ! તારી ઉત્તમતાને આશા પિશાચિકાને જીતવામાં જ વાપરજે. ૮૬.
હે નાવિક ! તારી નાવનું સુકાન આત્મપ્રભુને ઍપજે મનને સેંપીશ નહિ. મનને સંપવાથી નાવ ભર દરિયે ડૂબશે. ૮૭.
હે કરુણાનિધિ ! તારી કરુણતાથી વિશ્વના પ્રાણીમાત્રને રસબસ કરજે, કરુણારસથી ભીંજાવી દેજે. ૮૮.
હે દયાનિધાન! તારી દયાથી પ્રાણીમાત્રને નવપલ્લવિત કરજે. તારી દયાને વરસાદ સર્વત્ર વરસાવજે. ૮૯.
હે મંગલમય! તારી માંગલ્યમય મૂર્તિના દર્શનથી બધાને પવિત્ર બનાવજે. ૯૦.