________________
આત્મ પ્રબોધક ભાવનાઓ
ચાલતા, બેસતા દરેક ક્ષણે કર્મ બંધાય છે. (સંસ્કાર પડે છે.) રાગ-દ્વેષ, મેહરહિત નિર્મળ ભાવથી અશુભ કર્મોને નાશ થાય છે અને રાગ, દ્વેષ, મેહ વગેરેના વિચારોથી અશુભ કર્મોને બંધ થાય છે.
પ્રસન્નચંદ્ર રાજદ્રષિએ અશુભ ભાવ વડે સાતમી નરકમાં જાય એટલા કર્મોના દલિયાં એકત્ર કર્યા અને ભાવેને પલટી શુભ ભાવેનું ચિંતન કરવાથી કેવલજ્ઞાનને પ્રાપ્ત કર્યું.
તંદુલ મચ્છ (જેનું ભાતના દાણા જેવડું શરીર છે) અશુભ વિચારે કરવાથી બે ઘડીને અલ્પ આયુષ્યમાં સાતમી નરકમાં ચાલ્યો જાય છે. થોડીવારના અશુભ વિચારોથી પણ આટલું દુઃખ થાય છે તે સતત અશુભ વિચારે કરનારની શી દશા?
એમ વિચારીને અશુભ વિચારોને હટાવી શુભ વિચારોમાં સંલગ્ન રહેવું જોઈએ. સુવિચાર જ અનંત સુખનું કારણ છે અને અશુભ વિચારે જ અનંત દુઃખદાતા છે.
માટે હે મહામાનવ! અશુભ ભાવેને ત્યાગી શુદ્ધ અને શુભ ભાવોને દિલમાં સ્થાન આપ એ જ સુખને રાજમાર્ગ છે.
સુખ એ આત્માને મુખ્ય ગુણ છે, સ્વભાવ છે. તે ગુણ અજ્ઞાન અને મેહથી મલિન થવાથી જ આત્મા પોતાના આત્મિક સુખને ભૂલી ઇન્દ્રિયજન્ય ભેગમાં (બાહ્ય પદાર્થોમાં) આસક્ત થાય છે. શુભ ભાવોથી બાહ્ય સુખ અને અશુભ ભાવોથી બાહ્ય દુઃખ ઉત્પન્ન થાય છે. જ્યારે શુદ્ધ ભાવ અર્થાત્ રાગ, દ્વેષ, મેહ રહિત આત્મધ્યાન–આત્મરમણતા રૂપ પરિણામ થાય છે ત્યારે બાહ્ય સુખદુઃખ તથા તેના કારણરૂપ પુણ્ય-પાપ રૂપ