________________
સમાધિશતક
ત્યાગ ગ્રહણ કરે છે, એટલે અંતરાત્મા અંતરમાં રહેલા રાગ, દ્વેષ, કર્માદિ તેને ત્યાગે છે, અને અનંત જ્ઞાન, અનંત દર્શનાદિ પિતાના ગુણોનું ઉપાદાન (ગ્રહણ) કરે છે. અને જે કર્મ રહિત સિદ્ધાત્મા છે તેમને બાહ્ય કે અંતરથી ત્યાગ કે ગ્રહણ નથી, કારણ કે સ્વરૂપમાં જ સ્થિત છે. ૪૭.
આત્માને (ભાવમનની) જોડે તેની સાથે અભેદ કરે) અને વાણી તથા કાયાથી વિદ્યુત ભિન્ન) કરે, કાયા અને વાણીથી આત્માને એટલે જુદો પાડે કે તેને અભેદ થાય નહિ. વચન તથા કયા દ્વારા વ્યાપાર થતા પુગળના છે, એમ મનથી વિચારી મન દ્વારા તેને સંબંધ છેડ, અને મનને આત્માભિમુખ કરવું. આમ મન અને આત્માનું ઐક્ય સાધવું એ શાન્તિને માર્ગ છે.
ભવ્ય પ્રાણી વચન અને કાયાની રતિ છેડીને જે આત્મચિંતનમાં મનને જોડે, આત્મભાવના સિવાય મનને અન્યમાં જવા દે નહિ તે અંતરમાં શુભ વાસના પ્રગટે અને તે આત્મગુણના અનુભવને જોડી આપે છે. તે માટે અત્મિજ્ઞાનીએ આત્મામાં જ મનને લય કરે. મન હાથી કરતાં પણ વધારે મસ્તાન છે, એકદમ બાહ્ય વિષમાં મર્કટની જેમ ચંચળ ભટકતું ચિત્ત વશ કરી શકાય નહિ. શનૈઃ શનૈઃ આત્મામાં જોડવું, એમ કરવાથી સંકલ્પ વિકલ્પની જાળ નાશ પામશે, અને અનુભવ રૂપ સૂર્ય હૃદયમાં પ્રગટશે તેથી આત્માની અનંત રિદ્ધિ આત્માને મળે છે, અર્થાત્ આત્મા તે પરમાત્મા સ્વરૂપે થાય છે. ૪૮.