________________
૨૦
સમાધિશતક
કર્મબંધનથી બાંધે છે, પણ જ્ઞાની આત્મામાં જ અહંવૃત્તિ ધારણ કરવાથી શરીરાદિકથી રહિત થઈ મુક્તિપદ પામે છે. ૪૩.
દશ્યમાન જે શરીરાદિ તે સ્ત્રીલિંગ, પુરુષલિંગ, અને નપુંસકલિંગ એ ત્રણ લિંગ વિશિષ્ટ તેને મૂઢ એટલે બહિરાત્મા, આત્મા જાણે છે. અને દશ્યમાનથી જુદે થઈ, બધ પામેલે અંતરાત્મા તે શબ્દવર્જિત અરૂપી આત્મતત્વને આત્મરૂપે જાણે છે, સ્વીકારે છે. ૪૪.
આત્મ તત્વને જાણવા છતાં પણ તેમજ વિવિક્ત એટલે શરીરાદિથી ભિન્ન એ પ્રમાણે આત્માની ભાવના કરવા છતાં પણ પૂર્વ અવસ્થામાં જે વિશ્વમ તે તેના સંસ્કારથી ફરીથી બ્રાતિ પામે છે, માટે આત્મસ્વરૂપને દઢ સ્થિર ઉપગ રાખે કદાપિ પર વસ્તુમાં આત્મબ્રાન્તિ થઈ જાય તે પણ પુનઃ આત્મસ્વરૂપ સંભાળી, આત્મસ્વરૂપમાં રમણતા કરવી. ૪૫.
આ શરીરાદિ જે દશ્ય વસ્તુ તે તે સર્વ જડ છે, તેથી રેષ–તેષાદિને જાણતું નથી, ને જે ચેતન છે, તે આત્મ સ્વરૂપ ઈન્દ્રિયોથી ગ્રહણ થતું નથી, એમ છે ત્યારે ક્યાં રેષતેષ કરે? કેમકે તેને વિષય કેઈ પણ ઘટતો નથી, માટે ઉદાસીન વૃત્તિ ધારણ કરું છું. ૪૬.
મૂઢ બહિરાત્મા બાહ્ય વસ્તુને ત્યાગ અને ગ્રહણ કરે છે, આત્માથી ભિન્ન વસ્તુમાં ઠેષ થતાં તે વસ્તુને અભિલાષાના અભાવને કારણે મૂર્ખ તેને ત્યાગ કરે છે, વળી તેમાં જ પાછો રાગ પ્રગટ થતાં ગ્રહણ કરે છે, અને અંતરાત્મા અધ્યાત્મમાં