________________
સાભાર ધન્યવાદ
આ પ્રકાશન પ્રગટ કરવામાં જે જે ધર્મપ્રેમી બહેને તથા બંધુઓએ આર્થિક, શારીરિક, પ્રત્યક્ષ અને પરોક્ષ, સહકાર આપેલ છે તે સર્વને હાદિક ધન્યવાદ સહ આભાર માનવામાં આવે છે. આ પુસ્તકનું જે મૂલ્ય રાખેલ છે, તે પણ જ્ઞાન ખાતે જ વ્યય થશે. મતલબ કે આવાં આધ્યાત્મિક પુસ્તક પ્રગટ કરવામાં જ તેને સદુપયોગ થશે એ ભાવના હદયમાં વસેલ છે. માટે ગુણશીલ મહાનુભાવો. આ પ્રકાશનને આનંદભેર અપનાવી આધ્યાત્મિક વિકાસ સાધશે. એ જ મંગલ કામના હૈયે રાખી વિરમું છું.
શ્રીયુત મનહરલાલભાઈ મોદી જેમણે આ પુસ્તક છપાવાની સર્વ કામની જવાબદારી લઈને દરેક કાર્ય કાળજીપૂર્વક ખંત અને ધર્મપ્રેમથી જે સેવા બજાવી છે. તેમનો આભાર માનવામાં આવે છે. તેઓ આવા પારમાર્થિક કાર્યો કરી ઉત્તરોત્તર સ્વવિકાસ સાધે. તેમણે જે નિઃસ્વાર્થ ભાવે સેવા બજાવી છે તે માટે તેમને હાદિક ધન્યવાદ સહ આભાર માનવામાં આવે છે.
પ્રેસ માલિક પોપટભાઈએ જે ખંત, લાગણી અને ધાર્મિક પ્રેમસહિત, સેવાભાવે સુંદર અને શુદ્ધ છાપકામ સત્વર કરીને સેવા બજાવી છે તે બદલ તેમને હાર્દિક ધન્યવાદ સહ આભાર માનવામાં આવે છે. ભવિષ્યમાં પણ પ્રસંગ આવે એવા જ પ્રેમથી ભક્તિભાવ સહિત સેવા કરવા તત્પર રહેશે એવી આશા સેવીએ છીએ.
–કુમારી રંજનદેવી શ્રોફ