________________
ગદષ્ટિ સમુચ્ચય
૧૦૩ અભ્યાસ શરૂ કર્યો. અમુક સમય અભ્યાસ કર્યા પછી તે ભેંસના રૂપમાં તદાકાર બની ગયે. ગુરુએ તેની પરીક્ષા કરવા કહ્યું કે, ભાઈ! હવે બહાર આવ. ત્યારે તે રૂમને દરવાજો નાને હવે તેથી કેવી રીતે બહાર આવે ? પણ બાજુમાં વળી નીચે ઊંચે થઈ શિંગડાવાળું માથું પડખે કરીને બહાર આવ્યું. એટલે ગુરુએ તેને કહ્યું કે હવે તું પ્રભુનું ધ્યાન કરવાને લાયક થયે છે. પછી એ જ પ્રમાણે પ્રભુનું ધ્યાન કરતાં તેણે પ્રભુને સાક્ષાત્કાર કર્યો. એ જ પ્રમાણે પ્રભુના ફેટાનું જે આલંબન લેવું તે ધ્યેયવસ્તુ છે, તેને પર મનની વૃત્તિઓને એકાકાર કરવી અને તેના દરેક અવયવને એકાગ્ર મન વડે જેવા તેનું નામ ધ્યાન છે, અને તે પ્રભુ સ્વરૂપમાં તદ્રુપ થવું તે સમાધિ છે. આ પ્રભા દ્રષ્ટિમાં ધ્યાનની પ્રગતિ શ્રેષ્ઠ પ્રકારની થાય છે. સાધ્યબિંદુ–મેક્ષ તેમાં શૂન્યવૃત્તિ-બેદરકાવૃત્તિ હતી તે દોષ અહીં ચાલ્યા જાય છે, તેમ જ આઠ ગુણમાંથી સાતમે ગુણ તત્વપ્રતિપત્તિ નામને પ્રાપ્ત થાય છે. પ્રથમ તત્વની જે વિચારણા હતી તે હવે સત્યતા રૂપે સ્વીકારાય છે. સામાન્યથી અમલમાં મૂકાય છે. ખરેખર રીતે તે અમલમાં આઠમી દષ્ટિમાં મૂકાય છે. વળી વિશેષ પ્રકારે શાન્તિપ્રધાન સુખ પ્રાપ્ત થાય છે. તેનું મુખ્ય કારણ ધ્યાન દ્વારા થતી ચિત્તની એકાગ્રતા છે. આ પ્રમાણે પ્રભા દ્રષ્ટિ સપ્રવૃત્તિ પરમપદ તેને આપનાર છે. ૧૦૪.
ધ્યાનજ સુખમસ્યાં તુ જિતમન્મથ સાધનમ્ । વિવેકબલ નિજત શમસાર સદૈવ હિ ૧૦ષા
વિવેચન–પ્રભાષ્ટિવાળે જીવાત્મા ધ્યાનાભ્યામાં એટલે ઉત્કૃષ્ટ વિકાસ કરે છે કે તે ધ્યાન બળથી તેને ઘણું ખરા