________________
૬૪: સ્વાધ્યાય સંચય
સંકટ શોક સકળ હરણ, નૌતમ જ્ઞાન નિદાન, ઇચ્છા વિકળ અચળ કરો, ભયભંજન ભગવાન. ૯ આધિ વ્યાધિ ઉપાધિને, હરો તંત તોફાન; કરુણાળુ કરુણા કરો, ભયભંજન ભગવાન. ૧૦ કિંકરની કંકર મતિ, ભૂલ ભયંકર ભાન, શંકર તે સ્નેહે હો, જ્યભંજન ભગવાન. ૧૧ શક્તિ શિશુને આપશો, ભક્તિ મુક્તિનું દાન; તુજ જુક્તિ જાહેર છે, ભયભંજન ભગવાન. ૧૨ નીતિ પ્રીતિ નમ્રતા, ભલી ભક્તિનું ભાન; આર્ય પ્રજાને આપશો, જ્યભંજન ભગવાન. ૧૩ દયા શાંતિ ઔદાર્યતા, ધર્મ મર્મ મનધ્યાન; સંપ જંપ વણકંપ દે, ભયભંજન ભગવાન. ૧૪ હર આળસ એદીપણું, હર અઘ ને અજ્ઞાન; હર ભ્રમણા ભારત તણી, ભયભંજન ભગવાન. ૧૫ તન મન ધન ને અન્નનું, દે સુખ સુધા સમાન; આ અવનીનું કર ભલું, ભયભંજન ભગવાન. ૧૬ વિનય વિનંતી રાયની, ધરો કૃપાથી ધ્યાન; માન્ય કરો મહારાજ તે, ભયભંજન ભગવાન. ૧૭
વર્ષ ૧૩ મું
(વસંતતિલકા વૃત્ત) સંસારમાં મન અરે ક્રમ મોહ પામે? વૈરાગ્યમાં ઝટ પથે ગતિ એ જ જામે; માયા અહો ગણી લહે દિલ આપ આવી, “આકાશ-પુષ્પ થકી વંધ્યસુતા વધાવી.”