________________
સ્વાધ્યાય સંચય : ૬૩
નાભિનંદનનાથ, વિશ્વવંદન વિજ્ઞાની;
ભવબંધનના ફંદ, કરણ ખંડન સુખદાની; ગ્રંથ પંથ આદંત, ખંત પ્રેરક ભગવંતા;
અખંડિત અરિહંત, તંતહારક જયવંતા; શ્રી મરણહરણ તારણતરણ, વિશ્વોદ્ધારણ અઘ હરે; તે ઋષભદેવ પરમેશપદ, રાયચંદ વંદન કરે.
— — —
પ્રભુ પ્રાર્થના જળહળ જ્યોતિ સ્વરૂપ તું, કેવળ કૃપાનિધાન; પ્રેમ પુનિત તુજ પ્રેરજે, ભયભંજન ભગવાન. ૧ નિત્ય નિરંજન નિત્ય છો, ગંજન ગંજ ગુમાન, અભિનંદન અભિનંદના, ભયભંજન ભગવાન. ધર્મધરણ તારણતરણ, શરણ ચરણ સન્માન; વિઘ્નહરણ પાવનકરણ, ભયભંજન ભગવાન. ૩ ભદ્ર-ભરણ ભીતિહરણ, સુધાઝરણ શુભવાન; કલેશહરણ ચિંતાચૂંટણ, ભયભંજન ભગવાન. ૪ અવિનાશી અરિહંત તું, એક અખંડ અમાન; અજર અમર અણજન્મ તું, ભયભંજન ભગવાન. ૫ આનંદી અપવર્ગી તું, અકળગતિ અનુમાન; આશિષ અનુકૂળ આપજે, ભયભંજન ભગવાન. ૬ નિરાકાર નિર્લેપ છો, નિર્મળ નીતિનિધાન; નિર્મોહક નારાયણા, ભયભંજન ભગવાન. ૭. સચરાચર સ્વયંભૂ પ્રભુ, સુખદ સોંપજે સાન; સૃષ્ટિનાથ સર્વેશ્વરા, ભયભંજન ભગવાન. ૮