________________
૬૨ : સ્વાધ્યાય સંચય
બ્રહ્મચર્ય વિષે સુભાષિત નીરખીને નવયૌવના, લેશ ન વિષય નિદાન; ગણે કાણની પૂતળી, તે ભગવાન સમાન. ૧ આ સઘળા સંસારની, રમણી નાયકરૂપ; એ ત્યાગી ત્યાગું બધું, કેવળ શોકસ્વરૂપ. ૨ એક વિષયને જીતતાં, જીત્યો સૌ સંસાર; નૃપતિ જીતતાં જીતિયે, દળ પુર એ અધિકાર. ૩ વિષયરૂપ અંકૂરથી, ટળે જ્ઞાન ને ધ્યાન, લેશ મદિરાપાનથી, છાકે જમ અજ્ઞાન. ૪ જે નવ વાડ વિશુદ્ધથી, ધરે શિયળ સુખદાઈ; ભવ તેનો લવ પછી રહે, તત્ત્વવચન એ ભાઈ. ૫ સુંદર શિયળ સુરત, મન વાણી ને દેહ; જે નરનારી સેવશે, અનુપમ ફળ લે તેહ. ૬ પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન, પાત્ર થવા સેવા સદા, બ્રહ્મચર્ય પ્રતિમાન. ૭
-શ્રીમદ્ રાજચંદ્ર, વિ. સં. ૧૯૪૧
ગ્રંથારંભ ગ્રંથારંભ પ્રસંગ રંગ ભરવા, કોડે કરું કામના;
બોધું ધર્મદ મર્મ ભર્મ હરવા, છે અન્યથા કામ ના; ભાખું મોક્ષ સુબોધ ધર્મ ધનના, જોડે કશું કામના; એમાં તત્ત્વ-વિચાર સત્ય સુખદા, પ્રેરો પ્રભુ કામના.