________________
સ્વાધ્યાય સંચય : ૬૫
શ્રી શાંતિનાથ ભગવાન
| (સ્તુતિ) પરિપૂર્ણ જ્ઞાને, પરિપૂર્ણ ધ્યાને, પરિપૂર્ણ ચારિત્ર બોધિત્વ દાને; નીરાગી મહા શાંત મૂર્તિ તમારી, પ્રભુ પ્રાર્થના શાંતિ લેશો અમારી. દઉં ઉપમા તો અભિમાન મારું, અભિમાન ટાળ્યા તણું તત્ત્વ તારું. છતાં બાળરૂપે રહ્યો શિર નામી, સ્વીકારો ઘણી શુદ્ધિએ શાંતિ સ્વામી. સ્વરૂપે રહી શાંતતા શાંતિ નામે, બિરાજ્યા મહા શાંતિ આનંદ ધામે.
(અપૂર્ણ)
મુનિને પ્રણામ શાંતિ કે સાગર અરુ, નીતિ કે નાગર નેક, દયા કે આગર જ્ઞાન, ધ્યાન કે નિધાન હો; શુદ્ધબુદ્ધિ બ્રહ્મચારી, મુખબાની પૂર્ણ પ્યારી, સબન કે હિતકારી, ધર્મ કે ઉદ્યાન હો. રાગ દ્વેષ સે રહિત, પરમ પુનિત નિત્ય, ગુન સે ખચિત ચિત્ત, સજજન સમાન હો; રાયચંદ્ર પૈર્યપાલ, ધર્મઢાલ ક્રોધમાલ,
મુનિ તુમ આગે મેરે, પ્રનામ અમાન હો. માયા માન મનોજ મોહ મમતા, મિથ્યાત મોડી મુનિ, ધોરી ધર્મ ધરેલ ધ્યાન ધરથી, ધારેલ ધર્યો પૈની;