________________
૫૪ : સ્વાધ્યાય સંચય
ñ
૨૪
ષ સ્થાનક સમજાવીને, ભિન્ન બતાવ્યો આપ; માનથકી તરવારવત, એ ઉપકાર અમાપ. જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદગુરુ ભગવંત.
નમસ્કાર જય જય ગુરુદેવ! સહજાત્મસ્વરૂપ પરમગુરુ શુદ્ધ ચૈતન્ય સ્વામી અંતરજામી ભગવાન ઇચ્છામિ ખમાસમણો વંદિઉં જાવણિજાએ નિસિહિઆએ મયૂએણ વંદામિ.
પરમ પુરુષ પ્રભુ સદ્ગુરુ, પરમજ્ઞાન સુખધામ; જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ. ૨૫
નમસ્કાર જય જય ગુરુદેવ!............. મયૂએણ વંદામિ.
દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; તે જ્ઞાનીના ચરણમાં, હો વંદન અગણિત.
નમસ્કાર
જય જ્ય ગુરુદેવ! ................. મFણ વંદામિ. નમોસ્તુ નમોસ્તુ નમોસ્તુ, શરણું, શરણે, શરણં, ત્રિકાલ શરણે, ભવો ભવ શરણે, સદ્ગુરુશરણે, સદા સર્વદા, ત્રિવિધ ત્રિવિધ ભાવવંદન હો, વિનયવંદન હો; સમયાત્મક વંદન હો, છે નમોસ્તુ જય ગુરુદેવ શાંતિ; પરમ તારુ, પરમ સજજન, પરમ હેતુ, પરમ દયાળ, પરમ માયાળ, પરમ કૃપાળ, વાણીસુરસાળ, અતિ સુકુમાળ, જીવદયા પ્રતિપાળ, કર્મશત્રુના કાળ, ‘મા હણો મા હણો', શબ્દના કરનાર, આપકે ચરણકમળ મેં મેરા મસ્તક.