________________
૨૨ : સ્વાધ્યાય સંચય
અપૂર્વ વાણી તાહરી, અમૃત સરખી સાર; વળી તુજ મુદ્રા અપૂર્વ છે, ગુણગાન રત્ન ભંડાર. ૭ તુજ મુદ્રા તુજ વાણીને, આદરે સમ્પર્વત; નહીં બીજાનો આશરો, એ ગુહ્ય જાણે સંત. ૮ બાહ્યાચરણ સુસંતનાં, ટાળે જનનાં પાપ; અંતરચારિત્ર ગુરુરાજનું, ભાંગે ભવ સંતાપ. ૯
શ્રી આનંદઘનજીકૃત ૨૪ મા શ્રી મહાવીરસ્વામી-સ્તવન વીરજીને ચરણે લાગું, વીરપણું તે માગું રે; મિથ્યા મોહતિમિર ભય ભાગ્યું, જીત નગારું વાગ્યું રે. વી. ૧ છઉમથ વીર્ય લેગ્યા સંગે, અભિસંધિજ મતિ અંગે રે સૂક્ષ્મ સ્થૂલ ક્રિયાને રંગે, યોગી થયો ઉમંગે રે. વી. ૨ અસંખ્ય પ્રદેશે વીર્ય અસંખે, યોગ અસંખિત કંખે રે, પુદ્ગલ ગણ તેણે લે સુવિશેષે, યથાશક્તિ મતિ લેખે રે. વી. ૩ ઉત્કૃષ્ટ વીર્યનિવેસે, યોગ ક્રિયા નવિ પેસે રે; યોગ તણી ધ્રુવતાને લેશે, આતમશક્તિ ન બેસે ૨. વી. ૪ કામવીર્ય વિશે જેમ ભોગી, તિમ આતમ થયો ભોગી રે; શૂરપણે આતમ ઉપયોગી, થાય તેણે અયોગી રે. વી. ૫ વીરપણું તે આતમ ઠાણે, જાણું તુમચી વાણે રે; ધાન વિજ્ઞાણે શક્તિ પ્રમાણે, નિજ ધ્રુવપદ પહિચાણે રે. વી. ૬ આલંબન સાધન જે ત્યાગે, પરપરિણતિને ભાગે રે, અક્ષય દર્શન જ્ઞાન વૈરાગે, આનંદઘન પ્રભુ જાગે રે. વી - ૭