________________
સ્વાધ્યાય સંચય : ૨૧
શ્રીમદ્ સદ્ગુરુપદ પુનિત, મુમુક્ષુ-જનમન અમિત વિત્ત;
ગંગાજલવત્ મનમલ-હરણ–મમ ૦ ૭ પદકમલઅમલ મમ દિલકમલ, સંસ્થાપિત રહો અખંડ અચલ;
રત્નત્રય હરે સર્વાવરણ–મમ - ૮
અનંત ચોવીશી જિન નમું, સિદ્ધ અનંતા ક્રોડ, જે મુનિવર મુક્ત ગયા વંદું બે કર જોડ.
શ્રી સદ્ગુરુ ઉપકાર-મહિમા
પ્રથમ નમું ગુરુરાજને, જેણે આખું જ્ઞાન, જ્ઞાન વીરને ઓળખ્યા, ટળ્યું દેહ-અભિમાન. ૧ તે કારણ ગુરુરાજને પ્રણમું વારંવાર; કૃપા કરી મુજ ઉપરે, રાખો ચરણ મોઝાર. ૨ પંચમ કાળે તું મળ્યો, આત્મરત્ન-દાતાર; કારજ સાર્યા માહરાં, ભવ્ય જીવ હિતકાર. ૩ અહો! ઉપકાર તુમારડો, સંભારું દિનરાત; આવે નયણે નીર બહુ, સાંભળતાં અવદાત. અનંત કાળ હું આથડ્યો, ન મળ્યા ગુરુ શુદ્ધ સંત; દુષમ કાળે તું મળ્યો, રાજ નામ ભગવંત. રાજ રાજ સૌ કો કહે, વિરલા જાણે ભેદ, જે જન જાણે ભેદ છે, તે કરશે ભવ છેદ.