________________
૨૦ : સ્વાધ્યાય સંચય
અનંતકૃપા કરી મને આપ્યો, તે અનંત ઉપકારનો પ્રતિઉપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું; વળી આપ શ્રીમત્ કંઈ પણ લેવાને સર્વથા નિ:સ્પૃહ છો, જેથી હું મન, વચન, કાયાની એકાગ્રતાથી આપના ચરણારવિંદમાં નમસ્કાર કરું છું. આપની પરમ ભક્તિ અને વીતરાગ પુરુષના મૂળધર્મની ઉપાસના મારા હૃદયને વિષે ભવપર્યત અખંડ જાગૃત રહો એટલું માગું છું તે સફળ થાઓ.
૩૪ શાંતિ: શાંતિ: શાંતિ
શ્રી સદ્ગુરુ સ્તુતિ સદ્ગુરુ પદ મેં સમાત હૈ, અહંતાદિ પદ સર્વ;
તાતેં સદ્ગુરુ ચરણ કું, ઉપાસો તજી ગર્વ. સદ્ગુરુચરણે અશરણશરણે, ભ્રમ–આત પહર રવિ શશિકિરણે
જ્યવંત યુગલપદ જયકરણ–મમ સદ્ગુરુચરણ સદા શરણે. ૧ પદ સકલકુશલવલ્લી સમ બાવો, પુષ્કર સંવર્ણમેઘ ભાવો;
સુરગોસમ પંચામૃત ઝરણું–મમ ૦ ૨ પદ કલ્પ-કુંભ કામિત દાતા, ચિત્રાવલી ચિંતામણી ખાતા
પદ સંજીવિની હરે જામરણં મમ ૦ ૩ પદ મંગલ કમલા-આવાસ, હર દાસનાં આશપાશત્રાસ;
ચંદન ચરણ ચિત્તવૃત્તિકરણ–મમ ૦ ૪ દુસ્તર ભવ તરણ કાજ સાર્જ, પદ સફરી જહાજ અથવા પાર્જ
મહી મહીધરવત્ અભરાભરણું–મમ ૦ ૫ સંસાર કાંતાર પાર કરવા, પદ સાર્થવાહ સમ ગુણ ગરવા;
આશ્રિત શરણાપન ઉદ્ધરણું–મમ ૦ ૬