________________
૪૩૬ : સ્વાધ્યાય સંચય
૧. લઈ અવતાર માનવનો, ભલું તે શું કર્યું પરનું?
કર્યા શું સુકૃતો સાચાં, પ્રભુ તે પૂછશે તુજને. ૨. પરણ્યો તું કેટલી લાડી? હતી કે મોટરો ગાડી?
વખારો કેટલી કાઢી? નહીં ત્યાં એમ પુછાશે. ૩. પથ્થરના ડુંગરો ફોડયા, જૂનાં ઘર કેટલાં તોડયાં?
ગટર ઘર કેટલાં ખોલ્યાં, નહીં ત્યાં એમ પુછાશે. ૪. થયો સર રાવ બહાદુર છે, થયો જે. પી. ગવર્નર કે?
મળી કેવીક મોટાઈ? નહીં ત્યાં એમ પુછાશે. ૫. હતો તું વાણીઓ વસો? દસો કે અન્ય જાતિનો?
વરણ કે ન્યાતના ભેદો, નહીં ત્યાં એમ પુછાશે. ૬. પતે કે સોગઠે રમતો? ગળે શું હાર તું ધરતો?
હવા ખાવા જતો કે ના? નહીં ત્યાં એમ પુછાશે. ૭. હતો તું કાજી કે પાજી? જમ્યો મિષ્ટાન્ન કે ભાજી?
હતો તું રંક કે રાજા? નહીં ત્યાં એમ પુછાશે. ૮. તમાસા નાટકો જોયાં? જુગારે દામને ખોયાં?
કપાળે ધૂળથી ધોયાં, નહીં ત્યાં એમ પુછાશે. ૯. નિયમ વ્રત પાળીઆ શેના? કર્યા દુઃખ દૂર તે કેનાં?
કરી શી સેવ સંતોની, પ્રભુ તે પૂછશે તુજને. ૧૦. કયા પરમાર્થ સેં કીધા? ગુણીજનથી ગુણો લીધા?
સુપાત્રે દાન શું દીધાં? પ્રભુ તે પૂછશે તુજને. ૧૧. કહે કોની પીડા ભાંગી? ક્ષમા નિજ પાપની માંગી?
થયો જિન નામનો રાગી? પ્રભુ તે પૂછશે તુજને. ૧૨. સ્મરણમાં તે સકલ લાવી, જઈ ત્યાં તે રજૂ કરતાં,
ચુકાદો સર્વનો દેશે, તપાસી તુજ સહુ ખાતાં.