________________
સ્વાધ્યાય સંચય : ૪૩૭
૧૩. અસૂયા ભાવ છોડીને, સકલ જગ મૈત્રી જોડીને,
ગુરુનો ધર્મ આરાધ્યો, પ્રભુ તે પૂછશે તુજને.
જે કોઈ સદ્ગુરુ શરણે જાય, તેના સંશય દૂર પળાય. કામ-ક્રોધ-મદનમોહ-મત્સર, આશ-તૃષ્ણા લય થાય, અતિશયિતાદિક દોષ વિષયના, ઉરમાં નવ દેખાય.... ૧ તેથી દઢ વૈરાગ્ય ઊપજે સત્યાસત્ય જણાય, અમદમ-ઉપરતિ સહન-શક્તિથી, દઢ વિશ્વાસ બંધાય... ૨ સમાધાન સ્વરૂપમાં જાણી, ઇચ્છા અતિશય થાય, વાક્ય વિચાર નિરંતર કરતાં, બ્રહ્મરૂપ દર્શાય... ૩ અજ્ઞપણું તત્કાળ આળસે, નિત્યાનંદ જમાય, માયિક ભેદ બુદ્ધિ મેલીને, નિજપદ માંહે સમાય... ૪ સમરસ વ્યાપક સચ્ચિદાનંદ, રૂપ થઈ વિલસાય, મનોહર મરણતણો ભય લાગે, જીવન મુક્ત કહેવાય... ૫
કર પ્રભુ સંઘાતે દેઢ પ્રીતડી રે, મરી જાવું મેલીને ધનમાલ, અંતે કાળે સગું નહિ કોઈનું રે સંસ્કાર સંબંધી સર્વ મળ્યાં રે, એ છે જૂઠી માયા કેરી જાળ. મારું મારું કરીને ધન મેળવ્યું રે, તેમાં તારું નહીં તલભાર, સુખ સંસારનું સ્વપના જેવું રે, તેને જાતાં ન લાગે વાર. માટે સેવજે તુ સાચા સંતને રે, તારા ટળશે ત્રિવિધના તાપ, અતિ મોટા પુરુષને આશરે રે, બળે પૂર્વજન્મનાં પાપ. એવું સમજીને ભજ ભગવાનને રે, સુખકારી સદા ઘનશ્યામ, દેવાનંદનો હાલો દુ:ખ કાપશે રે, મન વાંછિત પૂરણ કામ.