________________
સ્વાધ્યાય સંચય : ૪૩૩
આ ઉર ઊછળતો રસ ક્યાં રે જઈ, વિશ્વપાત્ર હાનકડું ત્યાં ન સમાય જો; વિશ્વ થકી મમ સ્વરૂપ અનંત ઉદાર છે, હું વિણ અવર ન સ્થળમાં એ સ્થિર થાય જો ...હેત ભર્યું છે અથવા મુજ સાથે જે હૈયું મેળવે, ત્યાં જઈ ઢોળું આ સાગરની ધાર જો; ગ્રાહક હો તો એ અમીઝરણ ઝીલજો, એ ભાવે નિવસે આત્મયી સહચાર જો...હેત ભર્યું છે...
અમારે અને જગત વચ્ચે, હજારો કોસ અંતર છે, જહાંનાં ને અમારા રાહ, ન્યારા એ સદંતર છે: બની ઘેલું જગત આખું, ઉનામાં જે ફસાયું છે, અરે એ ફંદથી મારું જીગર ન્યારું નિરંતર છે. કદી ગુલ સર્વ જે ચુંબો, અમો ત્યાં ભાળતા કાંટા, તમારા શોખનાં સદનો, અમોને ભૂતના ભડકા. અરે આ દિલ ઘડાયું છે, નિરાળાં ‘રાજ-તત્ત્વોથી, નથી કંઈ મેળ લેતું એ, તમારા શોખની સાથે. ભરી વસ્તી તમારીમાં, ભણું પડી ભૂલો, મને સૌ પૂતળાં ભાસે, નિયમ બળથી ધકેલાતાં; તમારા હાસ્યમાં ભાળું, ઊંડા કો’ શોકની છાયા, કરુણા રસ નાટકો કંઈ કંઈ, પ્રતિપળ ચશ્મમાં ચડતા. વિલાસો વૈભવો જગના, અમે જ્યાં ઝીલવા જઈએ, ફરી બેસી ખરા રૂપે, પૂરો નિર્વેદ પ્રકટાવે; તમારામાં અમે ભળીએ, હવે એ આશા ખોટી છે, અમોને જે ન રુચ્યું તે, ભલા! કેવી રીતે ગ્રહીએ?