________________
૪૧૬ : સ્વાધ્યાય સંચય
યોગી એકલા રે! યોગી એકલા રે! નહિ જેને સંગ કોઈ, શિષ્ય તે સાચા રે! તેની સોઈ નવ જોઈ. યોગી - ૧ એકલો વાસ વસે જંગલમાં, અખંડ આઠે જામ, ભેગા થાય કે સળગી ઊઠે છે, વેંચવું છે કશું કામ? સિદ્ધાંત એ જાણે રે! વસે જોગી સહુ ખોઈ. યોગી - ૨ ઘૂઘરો એક હશે બાંધેલો, અવાજ તેનો નવ થાય, દસ વીસ જો મળી બેસે તો ઘોંઘાટથી માર ખાય, સુખ ન શમણે રે! કર્યું કાર્યું નાખે ધોઈ. યોગી - ૩ એ સિદ્ધાંત સમજીને સાચો, એકલો રહે યોગીરાજ, કર્મયોગે વસતિમાં વસવું, તોપણ એકલો રાજે રાજ, સુખ સૌ એકે રે! ઝાઝે મૂઆ છે રોઈ. યોગી - ૪ પરિચય ને ધનસંગ્રહ નહિ જો, તો એકલો રે'વાય, નહીં તો વગર બોલાવી વળગશે, અહીંથી તહીં બલાય, બાપુ એકીલા રે! શાણા સુખી હોય. યોગી ૫
દિલડું ડોલે નહિ રે! હાં રે! દિલડું ડોલે નહિ રે! ડોલે નહિ, બીજી વૃત્તિ અંતરની ન બોલે રે! દિલડું હાં રે! ઘણા શૂરા તો જગતમાં ગણાય, હાં રે! તે તો કાળના ચક્રમાં તણાયે, હાં રે! શૂરા પૂરા તો સંત જણાયે રે. દિલડું - ૧ હાં રે! ત્રિગુણરૂપી શબ્દબાણ છૂટે, હાં રે! દુર્જન દુ:ખ દઈ તન લૂંટે, હાં રે! ત્યારે તાર પરબ્રહ્મશું ન તૂટે રે. દિલડું - ૨