________________
સ્વાધ્યાય સંચય : ૪૧૭
હાં રે! સર્વ જાતાં તે શોક નવ થાયે, હાં રે! ઘણા લાભે તે નવ હરખાયે, હાં રે! સંતચિત્ત પ્રભુની ના પલાયે રે! દિલડું - ૩ હાં રે! સંતભક્તિને મોરચે મળ્યા, હાં રે! શબ્દ ગોળાથી જરા નવ ચળ્યા, હાં રે! એ તો બ્રહ્મદશામાં ભળ્યા રે! દિલડું - ૪ હાં રે! કાયર હતા તે કંપવા લાગ્યા, હાં રે! કાચા મનવાળા પાછા ભાગ્યા, હાં રે! શૂરા સંતો તો રહે છે જાગ્યા રે! દિલડું - ૫ હાં રે! એ તો કોઈની નવ રાખે આશ, હાં રે! દુર્જનથી એકાંતે રહે વાસ, હાં રે! બાપાલાલ પ્રભુનો છે દાસ રે! દિલડું - ૬
જગત મેં ખબર નહીં પલ કી જગત મેં ખબર નહીં પલ કી; સુકૃત કર લે, પ્રભુનામ સમર લે, કોન જાને કલ કી? જગત ૦ ૧ જબ લગ હંસા બસે કાયા મેં, તબ લગ દેહ મંગલ કી; હંસ દહી હાંડ ચલા જબ, તબ માટી જંગલ કી. જગત ૦ ૨ તારામંડળ રવિ ચંદ્રમા, સબહિ ચલાચલકી; દિન ચાર કે ચમત્કાર મેં, બીજલી જાય ચમકી. જગત ૦ ૩ માતા પિતા સુત કુટુંબ કબીલે, દુનિયા મતલબ કી; કાયા માયા નાર સ્નેહી, અંતે રહી અલગી. જગત ૦ ૪ કુડ કપટ કર માયા જોડી, કરે બાતાં છલકી; પાપ કી પોટ ધરે શિર ઉપર, કૈસે હોય હલકી? જગત ૦ ૫