SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વાધ્યાય સંચય : ૪૧૫ જન્મ મરણ દુ:ખ ગર્ભવાસનું, તે નવ શકીઓ ટાળી; માતા પિતા યુવતી સુત સંગે, વિચાર્યા વનમાળી રે. હૈયાના ૦ ૩ આળસ ને અજ્ઞાન અતિશય, કામ બગાડ્યું તારું દેવાનંદ કહે દેખ વિચારી, મન કહ્યું તું મારું. હૈયાના ૦ ૪ અંધેરી દુનિયા ભજન બિના કૈસે તરિયે? પહાડ તોડ એક પત્થર લાયે, વાકી મૂરત બનાએ; જાકે ઉપર પાવ ધરીએ, વાકી પૂજા કરીએ. અં. ૧ સવાશેર કા પિંડ બનાવે, કે દેવી કું ઘર પાવે; વા દેવી કછુ ખાય ન પીવે, આપ હી મિલ મિલ ખાવે. એ ૦ ૨ જીતો બાપકુ કછુ ન દેવે, મુકુ લડવા દઈએ; મૂઠ મૂઠ ચાવલ આગે ધરિએ, પિંડવા કરવા ખાઈએ. એ ૦ ૩ બાંશ બરેલી કહે લાલદાસ, સાચી કથની થઈએ; સાચા બોલા ભૂખે મરે, જૂઠા લડવા ખાઈએ. અં૦ ૪ અમે આવ્યા તમારે આશરે અલબેલાજી; હવે શું કરીએ જઈ સાસરે અલબેલાજી. ૧ મને ફેરી ફર્યાનું ફળ અહીં જ મળ્યું અલબેલાજી; મારા મન ગમતું મુજને મળ્યું અલબેલાજી. ૨ આ હીરલો લાધ્યો હાથમાં અલબેલાજી; તમે સદાએ રહેજો સાથમાં અલબેલાજી. ૩ મોહનના સ્વામી છો ધણી અલબેલાજી; હું તો દાસી છું રે તમ તણી અલબેલાજી. ૪
SR No.007122
Book TitleSwadhyay Sanchay
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Swadhyay Mandir
PublisherShrimad Rajchandra Swadhyay Mandir
Publication Year1987
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy